માતાના ભક્તો માટે મહત્વના સમાચાર, કોરોનાના કારણે વૈષ્ણોદેવી યાત્રા બંધ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા કારણોસર આજથી શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરને બંધ કરી દેવાયું છે. જમ્મુ કાશ્મીર સરકારના સૂચના અને સંપર્ક વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે કોરોના વાયરસના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજથી બંધ કરી દેવાઈ છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરથી આવનારી તમામ આંતરરાજ્ય બસોના પરિચાલન ઉપર પણ આજથી પ્રતિબંધ છે.
દેશના મોટા મંદિરો સુરક્ષા કારણોસર બંધ
તિરૂપતિ બાલાજી: તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન બંધ કરાયા નથી. પરંતુ અહીં વેઈટિંગની વ્યવસ્થા બંધ કરાઈ છે.
Department of Information and Public Relations, Government of Jammu & Kashmir: Shri Mata Vaishno Devi Yatra has been closed from today. Operations of all inter state buses, both incoming and outgoing from J&K, are banned from today. #Coronavirus pic.twitter.com/mAnaZ2nhfJ
— ANI (@ANI) March 18, 2020
શિરડી: કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા મહારાષ્ટ્રના શિરડીના સાઈ મંદિરને મંગળવાર બપોરે 3 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયું છે. મંદિર આગામી આદેશ સુધી બંધ છે.
સિદ્ધિવિનાયક: મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરને સોમવારે આગામી આદેશ સુધી બંધ કરાયું છે.
મુંબા દેવી: મુંબઈના કુળદેવી ગણાતા માતા મુંબા દેવીના મંદિરને પણ કોરોના વાયરસના પગલે બંધ કરાયું છે.
જુઓ LIVE TV
મહાકાળ: ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં ભસ્મ આરતીમાં ભક્તોનો પ્રવેશ બંધ કરાયો છે.
ત્રંબકેશ્વર: મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્રંબકેશ્વર મંદિરમાં પણ મંગળવારથી દર્શન બંધ કરવામાં આવ્યાં છે. તે બાર જ્યોતિર્લિંગોમાંથી એક છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે.
કામાખ્યા મંદિર: ગુવાહાટી સ્થિત આ શક્તિપીઠમાં મંદિર પ્રશાસને રોજ ધરાવવામાં આતા ભોગ થોડા દિવસ માટે બંધ કર્યા છે. અહીં શ્રદ્ધાળુઓને હેન્ડ સેનેટાઈઝર આપવામાં આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે