Corona Vaccine Myths: કોરોના રસી અંગે ફેલાવવામાં આવી રહ્યા છે જાત જાતના જુઠ્ઠાણા, જાણો શું છે સત્ય

દેશભરમાં કોરોના વાયરસ સામે 16મી જાન્યુઆરીથી અંતિમ યુદ્ધ છેડાઈ રહ્યું છે. આ રસીકરણ અભિયાન પહેલા લોકોના મનમાં રસીને લઈને ડર છે અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ જ અફવાઓને દૂર કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જવાબ આપીને આશંકાઓ દૂર કરવાની કોશિશ કરી છે. 
Corona Vaccine Myths: કોરોના રસી અંગે ફેલાવવામાં આવી રહ્યા છે જાત જાતના જુઠ્ઠાણા, જાણો શું છે સત્ય

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ સામે 16મી જાન્યુઆરીથી અંતિમ યુદ્ધ છેડાઈ રહ્યું છે. આ રસીકરણ અભિયાન પહેલા લોકોના મનમાં રસીને લઈને ડર છે અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ જ અફવાઓને દૂર કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જવાબ આપીને આશંકાઓ દૂર કરવાની કોશિશ કરી છે. 

કોને અપાશે રસી
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને લખ્યું કે સરકારે પહેલા રસીકરણ માટે વધુ જોખમવાળા સમૂહોને પસંદ કર્યા છે. સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મી, અને ફ્રન્ટલાઈન વર્કર્સ, ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, પહેલેથી કોઈ બીમારીથી પીડિત લોકો અને ત્યારબાદ જેને પણ જરૂર હશે તેને આપવામાં આવશે. 

Who will be given the vaccine

શું સ્વદેશી રસી ઓછી પ્રભાવી
ભ્રમણા-ભારતીય રસી અન્ય દેશોની રસીની સરખામણમાં ઓછી પ્રભાવી છે. સત્ય  હકીકત- ભારતીય રસી અનેક ટ્રાયલ અને પરીક્ષણોમાંથી પસાર થઈ છે. તે કોરના વિરુદ્ધ સટીક અને પ્રભાવકારી છે. 

Are Indian Vaccines Less Effective

શું નવા સ્ટ્રેન પર કામ નહીં લાગે રસી
ડો.હર્ષવર્ધને લખ્યું કે ભ્રમણા-રસી બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકાર સામે સુરક્ષા નહીં આપે. સચ્ચાઈ- આ વાતના કોઈ પ્રમાણ નથી કે રસી યુકે અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારની વિરુદ્ધ કારગર નથી.

vaccine not work on new strains

શું રસીથી નપુંસકતાનું જોખમ
ડોક્ટર હર્ષવર્ધને આ સવાલ પર લોકોની ચિંતા દૂર કરતા લખ્યું કે હજુ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવો નથી મળ્યો, જેનાથી સાબિત થાય કે કોરના રસીથી મહિલા કે  પુરુષમાં વાંઝીયાપણું થઈ શકે છે. કૃપા કરીને આવી કોઈ પણ અફવાઓ કે અપુષ્ટ સ્ત્રોતોથી મળી રહેલી સૂચનાઓ પર ધ્યાન ન આપો. 

risk of infertility from the vaccine

શું રસીથી થશે આડઅસર
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ-19 રસી આપવામાં આવ્યાં બાદ કેટલાક લોકોને હળવો તાવ, ઈન્જેક્શન સ્થળ પર દુ:ખાવો, અને શરીરમાં દુ:ખાવો જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. તે કેટલીક અન્ય રસીઓ પર થનારી સાઈડ ઈફેક્ટ સમાન જ છે. કેટલાક સમય બાદ તે આપોઆપ ઠીક થઈ જાય છે. 

vaccine cause side effects

આ 2 રસીને મળી છે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
અત્રે જણાવવાનું કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. 

2 vaccines have been approved for use

પીએમ મોદી કરાવશે રસીકરણ અભિયાનની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. પીએમઓએ બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીની સવારે 10.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. તે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news