શ્રીમદ્ ભગવત ગીતાથી પ્રેરિત છે સંવિધાન, મુળ કોપીમાં રામ,કૃષ્ણની તસવીરો: રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું કે, ભારતીય સંવિધાનની ઓરિજનલ કોપી કે જેમાં ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર અને અન્ય મહાપુરૂષોની તસ્વીરો છપાયેલી છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) શુક્રવારે કહ્યું કે, મોદી સરકારે અંગ્રેજોનાં જમાનાના કાયદાઓને ખતમ કર્યો છે. ત્રિપલ તલાક, મહિલાઓની સુરક્ષા, બેનામી સંપત્તી અર્જીત કરનારાઓ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, હાલની સરકાર આર્બિટ્રેશન કાઉન્સિલ બનાવશે. બે ઓક્ટોબરથી ટેક્સ ઓફિસર સામાન્ય લોકોને સીધી નોટિસ નહી મોકલી શકે. આ સમગ્ર સરકારી નિયમ પ્રક્રિયાથી પણ નોટિસ મોકલવાની પરવાનગી હશે. સાથે જ નોટિસનો સંપુર્ણ રેકોર્ડ હશે.
શારદા ચિટફંડ કેસ: કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી CBI ટીમ
રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું કે, ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ બનાવવાની સરકારની મંશા છે. આઇએએસ અને આઇપીએસની જેમ જ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કરી શકાશે. મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાકની પ્રથા મોટો અન્યાય હતો. ટ્રિપલ તલાક વિરોધી કાયદો મહિલાઓને સમાનતા આપે છે. અમે આર્ટિકલ 370 હટાવ્યો છે. નેહરુ ગાંધીને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી હતી, જેને તેઓ હેન્ડલ ન કરી શક્યા. સરદાર પટેલ ન હોત તો કોણ જાણે આ દેશનું શું થયું હોત. પાકિસ્તાન વિશે વિશ્વમાં કોઇ સાંભળતું નથી. જ્યારે ભારતનો દબદબો સમગ્ર વિશ્વમાં વધ્યો છે. વડાપ્રધાન મોદી વર્લ્ડ લીડર બનીને ઉભર્યા છે.
ઇમરાન ખાને PoK ના નાગરિકોને ભડકાવ્યા: બંદુક ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે
રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું કે, હું તમને દેખાડત ભારતીય સંવિધાનની કોપી ઓરિજનલ કોપી, જેમાં ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન મહાવીર અને બીજા મહાપુરૂષોની ફોટો કોપી છપાઇ છે. તેમાં અકબરની ફોટો છે. રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) દાવો કર્યો કે, તેનાથી સ્પષ્ટ છેકે સંવિધાન નિર્માતાઓને ભગવત ગીતામાંથી પ્રેરણા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે