CM શિવરાજે પૂર્વ કોંગ્રેસ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું દલાલોનો અડ્ડો હતો સચિવાલય
મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાનીવાળી પૂર્વવર્તી કોંગ્રેસ સરકાર પર તીખો હૂમલો કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારેને આરોપ લગાવ્યો કે, આ સરકારે પ્રદેશ સચિવાલયનો દલાલોનો અડ્ડો બનાવી દીધો હતો. આ ટોપ ઓફીસમાં દરરોજ નાણાની લેવડ દેવડી વાતો થતી હતી. ચૌહાણે કહ્યું કે, પૂર્વવર્તી કોંગ્રેસ સરકારે પ્રદેશની જનતાને ગુમરાહ કરીને ખેડૂતોનાં દેવા માફી અને અન્ય ચૂંટણી લક્ષી વચનો નથી નિભાવ્યા. આ સરકારે પ્રદેશનાં સચિવાલયનાં દલાલોનો અડ્ડો બનાવી દીધો હતો.
Trending Photos
ઇંદોર : મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાનીવાળી પૂર્વવર્તી કોંગ્રેસ સરકાર પર તીખો હૂમલો કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારેને આરોપ લગાવ્યો કે, આ સરકારે પ્રદેશ સચિવાલયનો દલાલોનો અડ્ડો બનાવી દીધો હતો. આ ટોપ ઓફીસમાં દરરોજ નાણાની લેવડ દેવડી વાતો થતી હતી. ચૌહાણે કહ્યું કે, પૂર્વવર્તી કોંગ્રેસ સરકારે પ્રદેશની જનતાને ગુમરાહ કરીને ખેડૂતોનાં દેવા માફી અને અન્ય ચૂંટણી લક્ષી વચનો નથી નિભાવ્યા. આ સરકારે પ્રદેશનાં સચિવાલયનાં દલાલોનો અડ્ડો બનાવી દીધો હતો.
તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં ગત્ત રાજમાં પ્રદેશ સચિવાલયમાં રોજ પૈસાની લેવડ દેવડની વાત થતી હતી. કોન્ટ્રાક્ટર જેવા લોકો ઓફીસમાં રહેતા હતા, જ્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય મુખ્યમંત્રીને મળી શકતા નહોતા. કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોનો પક્ષ બદલવાને કારણે માત્ર 15 મહિના ચાલેલી કમલનાથ સરકાર પર નિશા સાધતા ચૌહાણે આરોપ લગાવ્યો, હું મોટી તકલીફની સાથે કહી રહ્યો છું કે, રાજ્યોમાં કોંગ્રેસે ગત્ત રાજ દરમિયાન આવા દલાલો પેદા થઇ ગયા હતા. જે પૈસાના બદલે સરકારને કામ કરાવવાનો દમ ભરતા હતા.
રાજ્યની 24 વિધાનસભા સીટો પર આગામી પેટા ચૂંટણી પહેલા વરિષ્ઠ ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની વિરુદ્ધ કોંગ્રેસનાં વધતા હૂમલા પર મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસનાં તત્કાલીન ધારાસભ્ય સિંધિયાની આગેવાનીમાં કોંગ્રેસથી પરેશાન થઇને ભાજપમાં આવ્યા, કારણ કે આ નેતાઓનું માનવું હતું કે, જો તત્કાલીન સરકાર (કમલનાથ સરકાર) ચલી, તો પ્રદેશ સંપુર્ણ તબાહ થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે