મ્યાનમારના રસ્તે માહોલ બગાડી રહ્યું છે ચીન, ગુપ્તચર એજન્સીઓએ આ રીતે ડિકોડ કર્યું ષડયંત્ર

China is sending Terrorists in India from Myanma: તમામ આતંકવાદી કેમ્પ વર્ષ 2019 માં ભારત અને મ્યાનમાર (Myanmar) ની સેનાના સંયુક્ત ઓપરેશન બાદ ખાલી કરવામાં આવ્યા હતા. બળવા બાદ તેઓ ફરી સક્રિય થયા. ચીન સ્ટેટમાં આતંકી સંગઠન PLA અને RPF ની કાર્યવાહી વધી છે. તેમની સંખ્યા હાલમાં 18-20 જણાવવામાં આવી રહી છે.

મ્યાનમારના રસ્તે માહોલ બગાડી રહ્યું છે ચીન, ગુપ્તચર એજન્સીઓએ આ રીતે ડિકોડ કર્યું ષડયંત્ર

નવી દિલ્હી: મ્યાનમાર (Myanmar) માં આ વર્ષની શરૂઆતમાં લશ્કરી બળવા (Coup) બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓને જે વાતનો ભય હતો તે હવે હકીકતમાં બદલાઈ રહ્યો છે. ભારત-મ્યાનમારની સરહદ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ સતત જોવા મળી રહ્યા છે. ત્યારે તેમના ટેરર કેમ્પોની ગતિવિધિઓ પણ અચાનક તેજ થઈ ગઈ છે.

ચીન બન્યું આતંકવાદીઓનું મદદગાર
આ તમામ કેમ્પ 2019 માં ભારત અને મ્યાનમારની સેનાઓન સંયુક્ત અભિયાન બાદ ખાલી થઈ ગયા હતા અને ત્યાં આતંકવાદી ગતિવિધિઓ અટકી ગઈ હતી. અહીં સેનાના કબજા બાદ છેલ્લા કેટલાક મહિનામાં આ કેમ્પ ફરી સક્રિય થયા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યાનમારના ચિન સ્ટેટમાં આતંકવાદી સંગઠન PLA અને RPF ની ગતિવિધિઓ વધી છે. તેમની સખ્યા લગભગ 18-20 જણાવવામાં આવી રહી છે અને સરહદને અડીને સેનમથી લઇને સિયાલમી સુધી તેમની હાજરી છે.

અહીં છુપાયેલા છે કર્નલ વિપ્લવ અને તેમના પરિવારના હત્યારા
ભારતીય એજન્સીઓને મળી હતી જાણકારી અનુસાર, ગત મહિને મણિપુર સરહદ પર 46 મી આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્ર ઉપરાંત અન્ય 4 સૈનિકની હત્યામાં આ આતંકવાદીઓનો હાથ હતો. આ ઘટના બાદ આ તમામ સુરક્ષિત જગ્યાની શોધમાં મ્યાનમાર સરહદમાં દાખલ થયા અને અત્યાર સુધી સિયાલમીની નજીક જંગલોમાં છુપાયેલા છે.

મણિપુરમાં ઘૂસણખોરીનો પ્રયાસ
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, UNLF, PLA અને PREPAK ના 150 આતંકવાદીઓને ચિન સ્ટેટના ગામડાઓમાં લાવવામાં આવ્યા છે જેથી કરીને તેઓને ભારતમાં ઘુસાડી શકાય. આજ રીતે તિરાપ અને ચાંગલાંગ જિલ્લામાં NSCN(KYA) ના ડઝનબંધ આતંકવાદીઓ સક્રિય થઈ ગયા છે. જેઓ તાજેતરમાં જ મ્યાનમારથી ઘૂસણખોરી કરી આવ્યા છે.

ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, અલગ-અલગ આતંકવાદી ગેંગના 30-40 આતંકવાદીઓ મણીપુરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. આશંકા છે કે આવનારા સમયમાં મણિપુરની સાથે-સાથે નાગાલેન્ડમાં પણ મોટી આતંકવાદી ઘટના બની શકે છે.

ભારતીય સેનાએ આ વર્ષની શરૂઆતમાં મ્યાનમાર સેના સાથે મળીને મ્યાનમારમાં અડ્ડો જમાવનાર આતંકવાદી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી હતી. કેટલાંક અઠવાડિયા સુધી ચાલેલા આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં આતંકી કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news