Chandrayaan-3 Update: ચંદ્રયાન-3 એ મોકલી ચંદ્રની નવી તસવીરો, જુઓ અદભૂત નજારો
chandrayaan 3 landing date: જાણી લો ચંદ્રયાન-3 નું લેંડર હવે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેડિંગથી ફક્ત 4 દિવસ દુર છે. શુક્રવારે આ મિશનની સફળતામાં વધુ એક સફળતા મળી છે. જ્યારે વિક્રમ લેંડરની ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સફળ રહી એટલે કે શુક્રવારે સ્પેસક્રાફ્ટની ગતિને ઓછી કરવામાં આવી.
Trending Photos
Chandrayaan-3 Latest Images: ધરતીથી લાખો કિલોમીટર દૂર મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3)પોતાના અંતિમ પડાવ પર છે. વિક્રમ લેંડરની ડીબૂસ્ટિંગ પ્રક્રિયાની સાથે જ આગામી થોડા દિવસોમાં વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર માટે એકદમ મહત્વપૂર્ણ રહેશે. ચંદ્રયાનની આ સફર દરેક મુશ્કેલ પડકારોને પાર કરી અહીં સુધી પહોંચ્યું છે અને આગળ પણ તેની સફર ચાલુ છે તો હવે ચંદ્ર (Moon) પર તિરંગો લહેરાશે. દરેક કઠિન પ્રક્રિયા અને દરેક મુશ્કેલ રસ્તાને સરળતાથી પાર કરતાં આપણા ચંદ્રયાન-3 ચંદ્રની એકદમ બિલકુલ ચક્કર લગાવી રહ્યું છે.
Lizard: શું ગરોળી માણસને કરડે? તેમાં કેટલું હોય છે ઝેર...જાણી લો કામની છે માહિતી
Income Tax Return નહી ભરનારા માટે મોટું અપડેટ, 10 હજાર લાગી શકે છે દંડ
શરીરમાં તાકાત અને હાર્ટ માટે ખાસ છે આ સુપરફૂડ, ગંભીર રોગો પણ થાય છે દૂર
ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર થશે સોફ્ટ લેન્ડીંગ
જાણી લો ચંદ્રયાન-3 નું લેંડર હવે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેડિંગથી ફક્ત 4 દિવસ દુર છે. શુક્રવારે આ મિશનની સફળતામાં વધુ એક સફળતા મળી છે. જ્યારે વિક્રમ લેંડરની ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સફળ રહી એટલે કે શુક્રવારે સ્પેસક્રાફ્ટની ગતિને ઓછી કરવામાં આવી. એટલું જ નહી વિક્રમ લેંડરને હજુ પણ ઘણા પડકારોનો સામનો કરવાનો છે.
આ રીતે લેન્ડ કરશે ચંદ્રયાન-3
તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટે લેન્ડર ફરીથી ડીબૂસ્ટિંગ થશે. ત્યારબાદ ચંદ્રથી વિક્રમ લેન્ડરનું લઘુત્તમ અંતર માત્ર 30 કિલોમીટર રહેશે. ત્યારબાદ 23 ઓગસ્ટે તે ચંદ્રની સપાટી પર ઉતરશે. પરંતુ આ પહેલા લેન્ડરની સ્પીડ 2 કિલોમીટર પ્રતિ સેકન્ડથી ઘટીને એકદમ શૂન્ય થઈ જશે, જે એક જટિલ અને મહત્વપૂર્ણ પ્રક્રિયા હશે.
સર્જાઇ રહ્યો છે શુભ બુધાદિત્ય રાજયોગ, 3 રાશિવાળા પર વરસશે ધન-દૌલત, મળશે મોટી સફળતા!
ફક્ત 5 ટકાના વ્યાજે મળશે આટલી મોટી લોન, જાણો PM VIKAS યોજાનાથી કોને થશે ફાયદો
સૂર્ય પણ કરશે મદદ
20 ઓગસ્ટ પછી, લેન્ડર તે તબક્કામાં હશે જ્યાં તે તેની ઇંટેલિજેંસથી નક્કી કરશે કે શું કરવું. એવામાં જો કોઈ આ મિશનને સૌથી વધુ મદદ કરશે તો તે છે સૂર્યદેવ એટલે કે 23 ઓગસ્ટે સાંજે 5.30 વાગ્યાની આસપાસ સૂર્યોદય સાથે વિક્રમ લેન્ડર તેના મિશનને આગળ વધારવા માટે સૂર્યના પ્રકાશ અને શક્તિનો ઉપયોગ કરશે.
ચંદ્રયાન-3 એ મોકલી છે ચંદ્રની તસવીરો
આ મિશનમાં પ્રજ્ઞાન રોવર આગામી 14 દિવસ સુધી તેની જવાબદારીઓ નિભાવશે. બંને રોવર પાવર જનરેટ કરવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરશે. અત્યારે ચંદ્ર પર રાત છે અને 23મીએ સૂર્યોદય થશે. હવે અમે તમને લેન્ડર વિક્રમ દ્વારા લેવામાં આવેલ ચંદ્રની તસવીરો બતાવીએ, જે ઈસરોએ તેના ટ્વિટર પર શેર કરી છે. ચંદ્રની લેટેસ્ટ તસવીરો એકદમ સ્પષ્ટ છે, જેને જોઈને લાગે છે કે વિક્રમ લેન્ડર ચંદ્રની ખૂબ નજીક છે.
ઘરની બહાર લોકો રાખે છે લાલ રંગની બોટલો, જાણો શું આ ટોટકા પાછળનું કારણ?
લાયા...લાયા... નવું લાયા... 1 દિવસમાં 8 ગ્લાસ નહી પણ આટલા પાણીની જરૂરિયાત
Chandrayaan-3 Mission:
View from the Lander Imager (LI) Camera-1
on August 17, 2023
just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3 #Ch3 pic.twitter.com/abPIyEn1Ad
— ISRO (@isro) August 18, 2023
મહત્વની વાત એ છે કે આ તસવીર ચંદ્રયાન-3ના લેન્ડર ઈમેજરમાં સ્થાપિત કેમેરા-1થી 17 ઓગસ્ટે લેવામાં આવી હતી, જેમાં ચંદ્રની સપાટી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે આપણું વિક્રમ લેન્ડર ચંદ્રની ખૂબ જ નજીક પરિક્રમા કરી રહ્યું છે. હવે અમે તમને એક વધુ ખાસ વાત જણાવીએ કે આ વખતે ઇસરો એ ખાતરી કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે કે ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય. એટલે કે આ વખતે ચંદ્રની ધરતી પર પગ મુકવામાં ભૂલનો અવકાશ નથી. ચંદ્રયાન મિશન-2 એ તેનું મિશન ચંદ્રથી 2 કિલોમીટર દૂર અધૂરું છોડી દીધું હતું. આ મિશનનું ક્રેશ લેન્ડિંગ થયું. પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે લેન્ડરની ટેક્નોલોજીમાં મોટા ફેરફારો કર્યા છે.
વિક્રમ લેંડરના લેગ્સને ખૂબ મજબૂત બનાવવામાં આવ્યા છે. જો વિક્રમને કોઇ મોટા ખાડામાં પણ લેડિંગ કરવું પડે છે તો તેને કોઇ મુશ્કેલી થશે નહી. લેંડર બહાર એક ખાસ કેમેરો લગાવવો આવ્યો છે. તેને એલડીએફ કહેવામાં આવે છે. આ લેસરનો પ્રકાશ ચંદ્રને સતત સ્પર્શ કરશે. ઈસરોના કંટ્રોલ રૂમમાં બેઠેલા વૈજ્ઞાનિકનો તેના પર સંપૂર્ણ નિયંત્રણ હશે. ચંદ્રયાન-3ની અત્યાર સુધીની સફરને જોતા કહી શકાય કે એ દિવસ દૂર નથી જ્યારે ચંદ્ર પર આપણો ત્રિરંગો ગર્વભેર લહેરાશે.
જો કોઇ 7 દિવસ દરરોજ દારૂ પીવે છે તો તેને આદત પડી જશે? આ રહ્યો જવાબ
ફૂલ નહી નોટો વરસાવે છે આ છોડ! ઘરમાં આ જગ્યા પર લગાવો, બદલાઇ જશે કિસ્મત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે