કોરોનાના 'Indian Variant' પર સરકાર સખત, સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યા આ નિર્દેશ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નો હવાલો આપ્યો છે. કેંદ્રએ કહ્યું કે WHO એ પોતાની કોઇપણ રિપોર્ટમાં કોરોના વાયરસના B.1.617 વેરિન્ટ માટે 'ઇંડિયન વેરિએન્ટ'  (Indian Variant)  શબ્દનો ઉપયોગ કર્યો નથી.

કોરોનાના 'Indian Variant' પર સરકાર સખત, સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યા આ નિર્દેશ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના નવા રૂપને 'ઇંડિયન વેરિએન્ટ'  (Indian Variant) કહેવાને લઇને સરકાર નારાજ છે. તેને આ સંબંધમાં સોશિયલ મીડિયા (Social Media) કંપનીઓને ભારતીય વેરિએન્ટ (Indian Variant) ના સંદર્ભવાળા તમામ કંટેંટને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા માટે કહ્યું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને પત્ર લખીને કહ્યું કે આવી તમામ સામગ્રી તાત્કાલિક હટાવે, જે કોરોના વાયરસના નવા રૂપને ભારત સાથે જોડે છે. 

WHOનો આપ્યો હવાલો
ન્યૂઝ એજન્સી PTI ના અનુસાર સરકારે પોતાના પત્રમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નો હવાલો આપ્યો છે. કેંદ્રએ કહ્યું કે WHO એ પોતાની કોઇપણ રિપોર્ટમાં કોરોના વાયરસના B.1.617 વેરિન્ટ માટે 'ઇંડિયન વેરિએન્ટ'  (Indian Variant)  શબ્દનો ઉપયોગ કર્યો નથી. એટલા માટે સોશિયલ મીડિયા પર આ સંદર્ભના જે પણ કંટેંટ ઉપલબ્ધ છે, તેને તાત્કાલિક હટાવવું જોઇએ. 

Misinformation રોકવાનો હેતુ
સોશિયલ મીડિયા કંપનીઓ લખેલા પત્રમાં આઇટી મંત્રાલયે કહેવામાં આવ્યું છે કે ભારતીય વેરિન્ટ શબ્દ (Indian Variant) ઉપયોગ ખોટો છે. ભારત સરકાર સ્પષ્ટ કરે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના 32 પાનાના દસ્તાવેજમાં B.1.617 માટે તેનો ઉપયોગ કર્યો નથી. સરકારે કહ્યું કે કોરોનાને લઇને ખોટી સૂચનાના પ્રસારને રોકવા માટે આમ કરવાની જરૂર છે. 

Corona ની ગતિ થઇ ઓછી
આ દરમિયાન દેશમાં કોરોનાની ગતિ ઓછી થઇ રહી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલના આંકડા અનુસાર ગત 24 આંકડામાં કોરોનાના 2.59 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 2,60,31,991 થઇ ગઇ છે. જ્યારે આ દરમિયાન કોરોનાના લીધે 4,209 લોકોના મોત થયા છે. મૃતકોના આંકડાની વાત કરીએ તો આ 2,91,331 પહોંચી ગયો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news