ગિરિરાજ સિંહે રાહુલનું સમર્થન કરતા કહ્યું, જીવનમાં પહેલીવાર આવું કરી રહ્યો છું
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પહેલીવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું સમર્થન કરતા જોવા મળ્યા
Trending Photos
નવી દિલ્હી : પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા અને વિપક્ષી દળ કોંગ્રેસ પર સતત શાબ્દિક પ્રહારો કરનારા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પહેલીવાર તે પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળના ચીટફંડ ગોટાળા મુદ્દે અપાયેલા કોંગ્રેસનાં નિવેદન અંગે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું. કોંગ્રેસે પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલથી રાહુલ ગાંધીના નિવેદનનાં અંશો ટ્વીટ કર્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું, પશ્ચિમ બંગાળના ચીટ ફંડ ગોટાળામાં 20 લાખ લોકો પોતાના પૈસા ગુમાવી ચુક્યા છે.
જેને કેન્દ્રીય સુક્ષ્મ અને લઘુ અને મધ્યમ ઉદ્યમ રાજ્યમંત્રી સિંહે રિટ્વીટ કર્યું. સાથે જ મંત્રીએ લખ્યું કે, પહેલીવાર કોંગ્રેસનાં ટ્વીટને રિટ્વીટ કરી રહ્યો છે. કોંગ્રેસનું આ ટ્વીટ 8 મે, 2014માં કરવામાં આવ્યું હતું. જે હાલનાં દિવસોમાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહ્યું છે, રાજનીતિક ડ્રામા વચ્ચે એકવાર ફરીથી તે વાઇરલ થઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકારમાં એક અભુતપુર્વ ટક્કર ચાલી રહી છે. સીબીઆઇ અને રાજ્ય પોલીસ સામ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી આરોપ લગાવતા ધરણા પર બેસી ગયા કે મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમના રાજ્યને અસ્થિર કરીને તખતા પલટનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સાથે જ કહ્યું કે, આ સંવૈધાનિક ઢાંચો નષ્ટ કરવાનો પ્રયાસ છે.
આ ટક્કરની શરૂઆત ત્યારે થઇ જ્યારે સીબીઆઇનાં અધિકારીઓ પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા માટે કોલકાતા પહોંચ્યા અને ત્યાં સીબીઆઇ અધિકારીઓને જ સ્થાનિક પોલીસે કસ્ટડીમાં લઇ લીધા. સીબીઆઇ અધિકારીઓ ચીટ ફંડ કાંડમાં તપાસ કરવા માટે કોલકાતા ખાતે પહોંચ્યા હતા. આ ગોટાળો કુલ 20 હજાર કરોડ રૂપિયાનો છે. જેમાં લાખો લોકોનાં પૈસા ડુબી ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે