CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ, પીએમ મોદીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
ધોરણ-12ના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સીબીએસઈ ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સીબીએસઈ ધોરણ 12 (CBSE Class 12) ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ધોરણ-12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ અસમંજસની સ્થિતિમાં હતા. હવે દેશના લાખો વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સર્વોપરિ છે. આવા માહોલમાં બાળકોને તણાવ આપવો યોગ્ય નથી. પીએમ મોદીએ કહ્યુ કે, બાળકોના જીવને જોખમમાં મુકી શકીએ નહીં.
Government of India has decided to cancel the Class XII CBSE Board Exams. After extensive consultations, we have taken a decision that is student-friendly, one that safeguards the health as well as future of our youth. https://t.co/vzl6ahY1O2
— Narendra Modi (@narendramodi) June 1, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તેમને તમામ રાજ્યો અને હિતધારકો પાસેથી મળેલા સૂચનો તથા વ્યાપક ચર્ચા-વિચારણા બાદ સામે આવેલા તમામ વિકલ્પો વિશે જણાવવામાં આવ્યું હતું.
કેજરીવાલે કરી હતી પરીક્ષા રદ્દ કરવાની માંગ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે- ધોરણ-12ની પરીક્ષાને લઈને વાલીઓ ખુબ ચિંતિત છે. તે ઈચ્છે છે કે વેક્સિનેશન વગર પરીક્ષાનું આયોજન ન થવું જોઈએ. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે ધોરણ-12ની પરીક્ષા ન યોજાવી જોઈએ. વિદ્યાર્થીઓના પાછલા પરફોર્મંસના આધાર પર તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે