ઢગલાબંધ ફિલ્મોમાં વિલનો રોલ કરનાર આ એક્ટરનું થયું નિધન

બોલિવુડમાં બે દાયકાથી સુપરહીટ ફિલ્મોમાં વિલન તરીકે નજર આવનાર ફેમસ એક્ટર મહેશ આનંદનું નિધન થયું છે. મહેશ આનંદ શનિવારે મુંબઈના યારી રોડ સ્થિત પોતાના ઘરમાં મૃત મળ્યા હતા.

ઢગલાબંધ ફિલ્મોમાં વિલનો રોલ કરનાર આ એક્ટરનું થયું નિધન

મુંબઈ : બોલિવુડમાં બે દાયકાથી સુપરહીટ ફિલ્મોમાં વિલન તરીકે નજર આવનાર ફેમસ એક્ટર મહેશ આનંદનું નિધન થયું છે. મહેશ આનંદ શનિવારે મુંબઈના યારી રોડ સ્થિત પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. તેમના મોતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમા મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે, અંદાજે 18 વર્ષ બાદ હાલમાં જ ગોવિંદાની ફિલ્મ રંગીલા રાજાથી તેમણે કમબેક કર્યું હતું.

ફિલ્મ રંગીલા રાજાથી કર્યું હતું કમબેક
મહેશ આનંદે 1980 અને 1990ના દાયકામાં અનેક ફિલ્મોમાં વિલેનનો રોલ કર્યો છે. તેમણે શહેનશાહ, મજબૂર, સ્વર્ગ, થાનેદાર, વિશ્વાત્મા, ગુમરાહ, ખુદ્દાર, બેતાજ બાદશાહ, વિજેતા અને કુરુક્ષેત્ર જેવી સુપરહીટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. અંદાજે 18 વર્ષ બાદ તેમણે પહલાજ નિહલાની દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મ રંગીલા રાજાથી કમબેક કર્યું હતું. રંગીલા રાજા 18 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી. મહેશ આનંદ આ પહેલા પહલાજ નિહલાનીની ફિલ્મ અંદાજ અને આગ કા ગોલા ફિલ્મમાં કામ કર્યું હતું.

આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા
મહેશે રંગીલા રાજા ફિલ્મના રિલીઝ બાદ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ ફિલ્મમાં તેમનો રોલ માત્ર 6 મિનીટનો જ છે. તેઓ પોતાની રિ-એન્ટ્રીથી બહુ જ ખુશ છે. કહેવામાં આવે છે કે, તેઓ વરસોવા સ્થિત પોતાના ઘરમાં એકલા રહેતા હતા. તેમને દારૂ પીવાની આદત હતી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news