અરવિંદ કેજરીવાલની હત્યા કરવા ઈચ્છે છે ભાજપ, સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ

Delhi CM Residence Attack: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર થયેલા હુમલાને કારણે રાજનીતિ ગરમ થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

અરવિંદ કેજરીવાલની હત્યા કરવા ઈચ્છે છે ભાજપ, સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, અરવિંદ કેજરીવાલની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સિસોદિયાએ કહ્યુ કે, ભાજપ કેજરીવાલને હરાવી ન શકે, તેથી મારવા ઈચ્છે છે. દિલ્હીના મુખ્યમંત્રીના ઘરની બહાર ભાજપ યુવા મોર્ચાના પ્રદર્શનને સિસોદિયાએ કેજરીવાલની હત્યાનો પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે આ પ્રી-પ્લાન્ડ હતું. 

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના ઘર પર હુમલાનો દાવો કરતા કહ્યુ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત અને ભાજપની હારને કારણે ભાજપ કેજરીવાલનું મર્ડર કરાવવા ઈચ્છે છે. પોલીસ ઈરાદાપૂર્વક ભાજપના ગુંડાને સીએમ આવાસ સુધી લઈને ગઈ. તેમણે સીએમ આવાસની સામે સીસીટીવી કેમેરા અને બેરિયર તોડી નાખ્યા હતા. 

➡️SECURITY BARRIERS BROKEN
➡️CCTVs CAMERAS BROKEN
➡️GATE VANDALISED
➡️WITH FULL SUPPORT FROM BJP'S DELHI POLICE

Stunned by AAP's victory in Punjab, is BJP trying to kill Arvind Kejriwal ji? #BJPKeGunde pic.twitter.com/DlVffXT5nN

— AAP (@AamAadmiParty) March 30, 2022

સિસોદિયાએ કહ્યુ કે ષડયંત્ર હેઠળ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો. તેમની હત્યા કરવાનો પ્લાન હતો. હું ભાજપને કહેવા ઈચ્છુ છું કે અરવિંદ કેજરીવાલને હાથ લગાવવાનો પ્રયાસ ન કરો. આ રીતે હુમલો કરી તેમની હત્યા કરાવવાનો પ્રયાસ કરશો તો દેશ સહન નહીં કરે. આજે ભાજપે જે રીતે જીવલેણ હુમલો કર્યો છે. પોલીસ બેરિકેટની પાસે લઈને ગઈ હતી. સીસીટીવી પણ તોડી દેવામાં આવ્યા હતા.  

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ- પંજાબમાં હારને કારણે ભાજપે આ કરાવ્યું છે. પંજાબમાં આપને પ્રચંડ જીત મળી છે તો ભાજપને શૂન્ય સીટ મછળી છે. કેજરીવાલને ચૂંટણીમાં ન હરાવી શકે એટલે તેની હત્યા કરાવવા ઈચ્છે છે. 

— Manish Sisodia (@msisodia) March 30, 2022

શું છે સમગ્ર ઘટના
હકીકતમાં ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ કેજરીવાલના આવાસ પર ધ કાશ્મીર ફાઇલ્સ પર આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તા બેરિકેટ તોડીને ગેટ સુધી પહોંચી ગયા અને તેમણે કાળા રંગના ગેટ પર લાલ પેન્ટ કરી દીધુ હતું. સીસીટીવીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઘટનાના સીસીટીવી ફુટેજ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કાર્યકર્તા ગેટ પર પેન્ટ લગાવતા અને હંગામો કરતા જોવા મળી રહ્યાં છે. પોલીસે આશરે 70 કાર્યકર્તાઓની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news