તેલંગણામાં ભાજપે જાહેર કર્યું ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ, ત્રણ સાંસદ અને 12 મહિલાઓને આપી ટિકિટ
Telangana election : ભારતીય જનતા પાર્ટીએ તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 52 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Telangana Election BJP Candidates: તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ચીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 119 વિધાનસભા સીટોવાળા રાજ્યમાં પાર્ટીએ હાલ 52 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં ત્રણ સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ તેલંગણામાં 12 મહિલાઓને ટિકિટ આપી છે.
પ્રથમ લિસ્ટ પ્રમાણે તેલંગણામાં ભાજપે અધ્યક્ષ બંદી સંજય કુમારને કરીમનગર સીટથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ કોર્ટલા સીટથી સાંસદ ધર્મપુરી અરવિંદને ટિકિટ આપી છે, જ્યારે બોથ સીટથી સોયમ બાપૂ રાવને ઉમેદવાર બનાવ્યા છે. આ શેડ્યૂલ્ડ કાસ્ટ માટે રિઝર્વ સીટ રહી છે. આ રીતે પાર્ટી અધ્યક્ષ જે સાંસદ છે તેમને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Eatala Rajender to contest from Huzurabad and Gajwel. https://t.co/YvzlRV0Tey
— ANI (@ANI) October 22, 2023
આ 12 મહિલા ઉમેદવારોને મળી ટિકિટ
વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મહિલા ઉમેદવારોને મહત્વ આપતા 55માંથી 12 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બેલપાલીથી અમરાજુલા શ્રીદેવીની ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ઝુકલ વિધાનસભાથી ટી અરૂણ તારાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જાગતિયલ સીટથી ડોક્ટર બોગા શ્રાવણીને ટિકિટ મળી છે. રામાગુંડમથી કંડોલા સંધ્યા રાનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છો. ચોપાડાંગીથી બોડિગા શોભાને ટિકિટ મળી છે, જ્યારે સિરસિલાથી રાની રૂદ્રમા રેડ્ડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચારમીનારથી મેઘા રાની, નાગાર્જુન સાગરથી કનકનલા નિવેદિતા રેડ્ડીને ટિકિટ મળી છે.
આ રીતે દોરનાકાલથી ભૂક્યા સંગીતાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે વારંગલ પશ્ચિમથી રાવ પદ્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભુપાલપાલી વિધાનસભા સીટથી ચંદૂપટલા કીર્તિ રેડ્ડીને ટિકિટ મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે