લોકસભા ચૂંટણી 2019: આરકે સિન્હાના સમર્થકોએ લગાવ્યા ‘રવિશંકર પ્રસાદ પરત જાઓ’ના નારા
રવિશંકર પ્રસાદના સમર્થકોએ પટના એરપોર્ટ પર આરકે સિન્હાના સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી.
Trending Photos
પટના: પટના સાહિબ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે પટના એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયા હતા. એરપોર્ટ પર જ ભાજપ ઉમેદવારોએ તેમની પાર્ટીના લોકોને કાળો ઝંડો દેખાડ્યો હતો. તે દરમિયાન સિન્હાના ‘સમર્થકોએ રવિશંકર પ્રસાદ પર જાઓ’ના નારો લગાવ્યા હતા.
રવિશંકર પ્રસાદના સમર્થકોએ પટના એરપોર્ટ પર આરકે સિન્હાના સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી. જણાવી દઇએ કે આરકે સિન્હાને પણ પટના સાહિબ બેઠક પરથી ભાજપના સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા. ટિકિટ ના મળવાથી તેમના સમર્થકો નારાજ જોવા મળી રહ્યાં છે.
પટના આવ્યા બાદ રવિશંકર પ્રસાદ એરપોર્ટથી સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા. ત્યાં તેમણે પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય સાથે મુલાકાત કરી હતી. જણાવી દઇએ કે છેલ્લા તબક્કામાં અહીં મતદાન યોજાશે. 2014માં આ બેઠક પર ભાજપથી શત્રુઘ્ન સિન્હા ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા હતા. પાછલા થોડા વર્ષોથી તેમણે બાગી તેવર અપનાવી લીધા હતા. ત્યારબાદ પાર્ટીએ તેમની આ બેઠકથી તેમનું પત્તુ કાપી કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ટિકિટ ના મળતા દુ:ખી છે મુરલી મનોહર જોશી, કાનપુરવાસીઓને લખ્યો ભાવુક પત્ર
ભાજપ કાર્યાલય પહોંચવા પર રવિશંકર પ્રસાદનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય સહિત ધારાસભ્ય નિતિન નવીન, સંજીવ ચૌરસિયા, મંત્રી વિજય કુમાર સિન્હા હાજર રહ્યાં હતા. આ સમય પર નિત્યાનંદ રાયે કહ્યું કે રવિશંકર પ્રસાદ આ વખતે રેકોર્ડેડ મતો સાથે જીતશે. સાથે જ તેમણે રવિશંકર પ્રસાદની પ્રશંસા પણ કરી હતી. તેમમે કહ્યું કે તેઓ બિહારની માટીમાં ઉછર્યા છે. રવિશંકર પ્રસાદ પર બિહાર ભાજપને ગર્વ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે