બિહાર ચૂંટણી: RJD નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- PM મોદી હજી લાગે છે કે તેઓ રમખાણોવાળા CM
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માટે છેલ્લા તબક્કાનું વોટિંગ 7 નવેમ્બરના યોજાશે અને ચૂંટણી પરિણામ આવવાના માત્ર 4 દિવસ બાકી છે. આ વચ્ચે આરજેડી નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વિવાદિત નિવેદન આપ્યું છે
Trending Photos
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માટે છેલ્લા તબક્કાનું વોટિંગ 7 નવેમ્બરના યોજાશે અને ચૂંટણી પરિણામ આવવાના માત્ર 4 દિવસ બાકી છે. આ વચ્ચે આરજેડી નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વિવાદિત નિવેદન આપ્યું છે. આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકી (Abdul Bari Siddiqui)એ પ્રધાનમંત્રીને રમખાણોવાળા સીએમ કહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી હજી પણ ગુજરાતના રમખાણો વાળા મુખ્યમંત્રી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી તેમની ગરિમા રાખી શક્યા નહીં.
સિદ્દીકીએ અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતા કહ્યું કે, આદરણીય અટલ બિહારી જીનો વ્યવહાર પણ અમે જોયો છે. તેઓ દેશ અને સમાજને સમજતા હતા. અહીંની સંસ્કૃતિને સમજતા હતા. આ કારણ છે કે, લઘુમતી આજે પણ તેમનું આદર કરે છે. પરંતુ મોદીજીને અહેસાસ થતો નથી કે, તેઓ દેશના પ્રધાનમંત્રી છે, તેમને હજી પણ લાગી રહ્યું છે કે, તેઓ ગુજરાતના રમખાણોવાળા મુખ્યમંત્રી છે.
સિદ્દીકીના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત માતાની જયને આગળ રાખી સંપૂર્ણ વિશ્વને કટ્ટરપંથની સામે એકજૂટ કરી રહ્યાં છે. અબ્દુલ બારી સિદ્દીકીને જો પીએમ મોદીની દેશભક્તિ કટ્ટરપંથી લાગે છે તો અમને ગર્વ છે આવા પ્રધાનમંત્રી પર.
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी “भारत माता की जय” को आगे रख कर संपूर्ण विश्व को कट्टरपंथ के खिलाफ एकजुट कर रहे हैं।
अब्दुल बारी सिद्दीकी जी को अगर मोदी जी की देश भक्ति कट्टरपंथी लगती है तो हमें गर्व है ऐसे प्रधानमंत्री पर। pic.twitter.com/bR4Pk0AGG5
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) November 6, 2020
તમને જણાવી દઇએ કે, અબ્દુલ બારી સિદ્દીકી કેવટી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યાં છે. તે સાત વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. આઠમી વખત ધારાસભ્ય બનવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમની સામે પડકાર મોટો છે. કેમ કે, કેવટીથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા અલીનગરથી ચૂંટણી લડતા હતા. કેવટીમાં 7 નવેમ્બરના મતદાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે