AAP નેતા ભગવંત માનનો જનતાને મત માટે પત્ર, 'હવે તો મેં દારૂ પીવાનું પણ છોડી દીધુ'

આમ આદમી પાર્ટીના પંજાબ શાખાના પ્રમુખ ભગવંત માન દ્વારા પંજાબના લોકોને લખાયેલા એક પત્રએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. આ પત્રએ વિપક્ષી દળોને માન અને તેમની પાર્ટી વિરુદ્ધ મુદ્દો આપી દીધો છે. આ પત્રમાં માને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે અને આ સાથે જ પોતાના સાંસદ રહેતા સંગરૂરમાં કરાયેલા કામોની પણ ગણના કરી છે. કામકાજના ઉલ્લેખ વચ્ચે તેમણે પત્રમાં એવું પણ લખી દીધુ જેના કારણે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા આમ આદમી પાર્ટી માટે માથાનો દુ:ખાવો પણ બની છે. 

AAP નેતા ભગવંત માનનો જનતાને મત માટે પત્ર, 'હવે તો મેં દારૂ પીવાનું પણ છોડી દીધુ'

નવી દિલ્હી/ચંડીગઢ: આમ આદમી પાર્ટીના પંજાબ શાખાના પ્રમુખ ભગવંત માન દ્વારા પંજાબના લોકોને લખાયેલા એક પત્રએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. આ પત્રએ વિપક્ષી દળોને માન અને તેમની પાર્ટી વિરુદ્ધ મુદ્દો આપી દીધો છે. આ પત્રમાં માને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે અને આ સાથે જ પોતાના સાંસદ રહેતા સંગરૂરમાં કરાયેલા કામોની પણ ગણના કરી છે. કામકાજના ઉલ્લેખ વચ્ચે તેમણે પત્રમાં એવું પણ લખી દીધુ જેના કારણે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા આમ આદમી પાર્ટી માટે માથાનો દુ:ખાવો પણ બની છે. 

વાત જાણે એણ છે કે આમ આદમી પાર્ટીના વોલિયેન્ટિયર્સ લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે આ પત્ર પંજાબના લોકોને ડોર ટુ ડોર કેમ્પેઈન હેઠળ વહેંચી રહ્યાં હતાં. આ પત્રમાં ભગવંત માને લખ્યું છે કે તેમણે પંજાબ માટે પોતાના અભિનયની કેરિયર અને સ્ટેન્ડ અપ કોમેડીનો પ્રોફેશન સુદ્ધા છોડી  દીધો. તેમણે દારૂની ખરાબ લતને છોડીને આખુ જીવન પંજાબના લોકો માટે સમર્પિત કરી દીધુ છે. 

Bhagwant Mann

Bhagwant-Mann-Letter-2

ભગવંત માને પોતાના પત્રના બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે, 'હું પહેલા એક મશહૂર કલાકાર હતો અને એક શો કરવાના લાખો રૂપિયા લેતો હતો. મેં પંજાબના લોકોની સેવા માટે મારું કામ છોડી દીધુ.' તેમણે આગળ લખ્યું છે કે, 'હું પહેલા દારૂ પીતો હતો... એક દિવસ મારી માતાએ મને કહ્યું કે જનતાની સેવા કરવા માટે દારૂ અડચણો પેદા કરે છે. આથી તારે દારૂ છોડી દેવો જોઈએ. માતાના કહેવાથી આ વર્ષ 1 જાન્યુઆરીથી મેં હંમેશા માટે દારૂ પીવાનું પણ છોડી દીધુ. હવે મારા જીવનની એક એક મિનિટ પંજાબના લોકો માટે સમર્પિત છે. '

ભગવંત માનની આ વાતને વિરોધી પાર્ટીઓએ મુદ્દો બનાવી લીધો છે. તથા તેઓ તેના પર સવાલ ઉઠાવી રહ્યાં છે. વિરોધી પક્ષો કહે છે કે જો ભગવંત માને પોતે દારૂ પીવાનું છોડી દીધુ તો તેને તેઓ પોતાની ઉપલબ્ધિ તરીકે પંજાબના લોકોને કેવી રીતે ગણાવી શકે? 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news