ચમત્કાર કે અંધવિશ્વાસ? બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર શું બોલ્યા બાબા રામદેવ
રામદેવે કહ્યુ- ભારતની જે પરંપરા રહી છે તેમાં ભૌતિક સત્યને સન્માન આપવામાં આવે છે. આ સિવાય સનાતન સત્ય પણ એક અદ્રશ્ય-અમૂર્ત સત્ય છે. એક સત્ય છે કે જો ભૌતિક વિજ્ઞાન છે તો આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે.
Trending Photos
નવી દિલ્હીઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં છે. કેટલાક લોકો બાબા બાગેશ્વર ધામને ચમત્કારી સંત ગણાવી રહ્યાં છે તો કેટલાક લોકો તેમના કથિત ચમત્કાર પર સવાલ ઉઠાવી રહ્યાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને યોગ ગુરૂ બાબા રામદેવે પણ પ્રતિક્રિયા આપી છે. બાબા રામદેવે કહ્યુ કે, તે સત્ય છે કે જો ભૌતિક વિજ્ઞાન છે તો આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે.
શું બોલ્યા બાબા રામદેવ?
બાબા રામદેવે કહ્યુ- ભારતની જે પરંપરા રહી છે તેમાં ભૌતિક સત્યને સન્માન આપવામાં આવ્યું છે. આ સિવાય સનાતન સત્ય પણ એક અદ્રશ્ય અમૂર્ત સત્ય છે. પરંતુ તેમાં કોઈ પ્રકારના ઢોંગ-આડંબર, ભૂત-પ્રેત, શનિ-કેતુ, રાહુલ, કોઈ પાખંડને ધર્મ અને સંસ્કૃતિ માનવામાં આવ્યું નથી. આ એક સત્ય છે કે જો ભૌતિક વિજ્ઞાન છે તો આધ્યાત્મિક પણ વિજ્ઞાન છે. સાથે પારમાર્થિક શક્તિઓ અને સામર્થ્ય પણ હોય છે. હવે તે પ્રામાણિકતાનો વિષય છે કે આ શક્તિઓને કોણ કેટલી પ્રામાણિક કરવાથી જીવી રહ્યું છે.
રામચરિતમાનસ વિવાદ પર બાબા રામદેવે શું કહ્યું?
રામચરિતમાનસ પર જોડાયેલી વિવાદિત ટિપ્પણી પર બાબા રામદેવે કહ્યુ કે બધી ભારત વિરોધી અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઇશારા પર કરવામાં આવી રહેલ ષડયંત્ર છે. બાબા રામદેવે રામચરિતમાનસ પર વિવાદિત ટિપ્પણી કરનાર પર કટાક્ષ કરતા કહ્યું- તે પોતાની માનસિક સ્થિતિ અને બૌદ્ધિક દરિદ્રતાના શિકાર થઈને ભારતને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ હતું કે છત્તીસગઢમાં ઝડપથી ધર્માંતરણ થઈ રહ્યું છે. તેમના બાદ કોંગ્રેસ નેતા કવાસી લમખાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકતા કહ્યું કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્માંતરણ સાબિત કરી દે તો હું રાજનીતિ છોડી દઈશ અને તે ન કરી શકે તો પંડિતનું કામ છોડી દે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ પોતાના દાવા સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. આમ કરવા પર ધીરેન્દ્ર શાસ્ત્રીને 30 લાખ રૂપિયા આપવાની વાત કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે