અયોધ્યા: ભવ્ય શ્રીરામ મંદિરના નકશાને ટૂંક સમયમાં મળશે સ્વીકૃતિ, ટ્રસ્ટે આપ્યું આવેદન
Trending Photos
અયોધ્યા: અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના નકશાને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ શનિવારે અયોધ્યા વિકાસ ઓથોરિટીમાં જઇ મંદરિનો સૂચિત નકશો જમા કરાવ્યો. આ સાથે જ નકશાની મંજૂરીની 65 હજાર રૂપિયા ફી પણ ઓથોરિટીમાં જમા કરાવી હતી.
મળતી જાણકારી અનુસાર સંસ્થાના ટ્રસ્ટી ડૉક્ટર અનિલ મિશ્રા શનિવારે તેમના સહયોગિઓ સાથે ઓથોરિટીમાં પહોંત્યા અને નકશો તેમજ બીજા દસ્તાવેજ આપી ટૂંક સમયમાં સ્વીકૃતિ આપવાનો આગ્રહ કર્યો. ઓથોરિટીના ઉપાધ્યક્ષ અને સચિવે આશ્વાસન આપ્યું કે દસ્તાવેજની ચકાસણી કરી નકશાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો:- વિરુષ્કાના બેબીના સમાચારથી મીમર્સના નિશાના પર તૈમૂર, ટ્વિટર પર ટ્રેન્ડમાં, જુઓ Memes...
તમને જણાવી દઇએ કે, ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં મહત્વ ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત આર્કિટેક્ટ સોમપુરા પરિવારે શ્રીરામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે. મંદિરના નિર્માણમાં 10 કંપનીઓએ ભાગીદાર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આખરે નોઇડાની કંપની ડિઝાઇન એસોસિએટ્સ અને અમદાવાદની સિલાન્યાસ ડિઝાઇન કંપનીએ મંદિર નિર્માણની દેખરેખ માટે કન્સલટન્ટ નિયુક્ત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે