સેનામાં ભરતીની માંગ માટે 350 કિલોમીટર દોડ્યો રાજસ્થાનનો યુવક સુરેશ, વીડિયો થયો વાયરલ

સુરેશે જણાવ્યુ કે તેણે 29 માર્ચે દોડવાનું શરૂ કર્યુ હતું. તે 2 એપ્રિલે દિલ્હી પહોંચ્યો હતો. તેણે 350 કિમીનું આ અંતર આશરે 50 કલાકમાં પૂરુ કર્યુ હતું. 
 

સેનામાં ભરતીની માંગ માટે 350 કિલોમીટર દોડ્યો રાજસ્થાનનો યુવક સુરેશ, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલા સમયથી આર્મીમાં ભરતી થઈ નથી. તેને શરૂ કરવા માટે અલગ-અલગ મંચો પર ઉમેદવારો અવાજ ઉઠાવી રહ્યાં છે. આ ક્રમમાં રાજસ્થાનના સુરેશ ભીંચરે જે પગલુ ભર્યુ છે, તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. રાજસ્થાનના નાગૌર જિલ્લામાં રહેતા આ યુવકે સીકરથી દિલ્હીની સરફ દોડીને પૂરી કરી છે. તેણે 350 કિલોમીટરનું આ અંતર 50 કલાકમાં કાપ્યું છે. 

આ રીતે પૂરી કરી રનિંગ
સુરેશે જણાવ્યુ કે તેણે 29 માર્ચે દોડવાનું શરૂ કર્યુ હતું. દરરોજ 60-70 કિલોમીટરનું અંતર કાપતા તે બે એપ્રિલે દિલ્હી પહોંચ્યો હતો. સુરેશે જણાવ્યુ કે મારી ઉંમર 24 વર્ષ છે. હું નાગૌર જિલ્લા (રાજસ્થાન) થી આવ્યો છું. ભારતીય સેનામાં સામેલ થવા માટે મારી અંદર જુસ્સો છે. 2 વર્ષથી ભરતી થઈ રહી નથી. નાગૌર, સીકર, ઝૂંઝનૂના યુવાઓની ઉંમર નિકળી રહી છે. હું દોડીને દિલ્હી યુવાઓનો જુસ્સો વધારવા આવ્યો છું. 

— ANI_HindiNews (@AHindinews) April 5, 2022

દિલ્હીમાં પ્રદર્શન
હકીકતમાં આર્મીની ભરતી શરૂ કરવા માટે દિલ્હીમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન આર્મીની ભરતીની તૈયારી કરતા યુવાનો ત્યાં પહોંચી રહ્યાં છે. તેમાંથી એક ઉમેદવાર છે સીકરનો રહેવાસી સુરેશ ભીંચર. સુરેશે સેનામાં ભરતીના મુદ્દા પર અવાજ ઉઠાવવા માટે અનોખી રીત અપનાવી છે. તેણે સીકરથી દિલ્હીનું અંતર દોડીને કાપ્યું છે. સુરેશે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી ભરતી થઈ રહી નથી. તેથી હું અવાજ ઉઠાવવા માટે દિલ્હી આવ્યો છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news