કોરોના સંક્રમણથી બચાવશે આ માસ્ક, વાયરસના સંપર્કમાં આવતા મળશે આ સંકેત

ભારતમાં કોરોના પીડિતોના આંકડા સતત વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ વાયરસની દવા અથવા વેક્સીન પણ શોધવામાં આવી નથી. પરંતુ એવામાં એક માસ્ક વરદાન સાબિત થઈ શકે છે. રિસર્ચર્સની એક ટીમ એડવાન્સ માસ્ક બનાવવામાં લાગી છે. આ કોઇ સામન્ય માસ્ક નહીં હોય, પરંતુ આ હશે એન્ટીવાયરલ માસ્ક જે વાયરસને ત્યાંજ નષ્ટ કરી દેશે.
કોરોના સંક્રમણથી બચાવશે આ માસ્ક, વાયરસના સંપર્કમાં આવતા મળશે આ સંકેત

નવી દિલ્હી: ભારતમાં કોરોના પીડિતોના આંકડા સતત વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ વાયરસની દવા અથવા વેક્સીન પણ શોધવામાં આવી નથી. પરંતુ એવામાં એક માસ્ક વરદાન સાબિત થઈ શકે છે. રિસર્ચર્સની એક ટીમ એડવાન્સ માસ્ક બનાવવામાં લાગી છે. આ કોઇ સામન્ય માસ્ક નહીં હોય, પરંતુ આ હશે એન્ટીવાયરલ માસ્ક જે વાયરસને ત્યાંજ નષ્ટ કરી દેશે.

કેમ જરૂરી છે માસ્ક
ફેસ માસ્ક સંક્રમણને રોકવા માટે ઉપયોગી છે. માસ્ક જ્યાં સંક્રમિત વ્યક્તિથી વાયરસને હવામાં ફેલાવાથી રોકે છે. ત્યારે માસ્કનો ઉપયોગ તે લોકોને સંક્રમિત થતા રોકી શકે છે જે હજુ સુધી સંક્રમિત થયા નછી. પરંતુ માસ્કનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખવી પડશે. કેમ કે, માસ્ક પણ ઈન્ફેક્શન ફેલાવવાનું કારણ બની શકે છે. એટલા માટે વૈજ્ઞાનિક એક એન્ટી વાયરલ માસ્ક બનાવી આ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

સંશોધન કર્તાઓની એક ટીમ આ એન્ટી વાયરલ માસ્કને બનાવવાના કામમાં લાગી છે જે કોરોના વાયરસના સંપર્કમાં આવતા તેને મારી શકે છે. રિસર્ચર્સની આ ટીમ એવું ફેસ માસ્ક બનાવી રહ્યું છે જે વાયરસને પકડી તેને નિષ્ક્રિય પણ કરશે.

આ રીતે નષ્ટ થશે કોરોના વાયરસ
સંશોધન કર્તા 6 મહિનામાં આ માસ્ક તૈયાર કરી શકે છે. માસ્કમાં એક પ્રોટિયોલિટિક અન્ઝાઇમની એક ખાસ પરત લગાવવામાં આવશે. જે કોરોના વાયરસને સ્પાઇખ પ્રોટીનથી જોડાઈ જશે અન તેને અલગ કરી વાયરસને નષ્ટ કરશે. તેમાં શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થશે નહીં અને તેના પર વાયરસ આવતા જ તેની ઉપરની પરતનો રંગ બદલાઈ જશે.

માસ્ક બનાવ્યા બાદ પણ ઘણા પડકારો
એન્ટીવાયરલ માસ્ક બનાવ્યા બાદ સંશોધન કર્તાઓની સામે ઘણા પડકારો ઉભા થશે. આ માસ્કની કિંમત શું હશે તે મોટો સવાલ છે અને તે કોઈના સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક તો નથી.  સવાલ પણ લોકોના ધ્યાનમાં આવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news