મોદી સરકારમાં સામેલ અમિત શાહ, જીતુ વાઘાણીએ પાઠવી શુભેચ્છાઓ
ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી છે. તેથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, મોદી સરકારમાં શાહની એન્ટ્રી થશે અને બીજા વરિષ્ઠ નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ત્યારે પાર્ટી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાનું નામ સામે આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમત સાથે જીત બાદ વડાપ્રધાન નેરન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના નવા મંત્રીમંડળની સાથે શપથ લેશે. ત્યારે આ મંત્રીમંડળમાં અમિત શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી છે. તેથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, મોદી સરકારમાં શાહની એન્ટ્રી થશે અને બીજા વરિષ્ઠ નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ત્યારે પાર્ટી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાનું નામ સામે આવી રહ્યું છે.
જીતુ વાઘાણીએ ટ્વિટ કર્યા બાદ આ વાતને લઇને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અમિત શાહને દેશના આગામી ગૃહ મંત્રી અથવા નાણા મંત્રી બનાવવામાં આવી શકે છે. સાંજે લગભગ 4:30 વાગે ગુજરાત પ્રદેશ પ્રમુખે બે તસવીરો શેર કરતા ટ્વિટ કર્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં મજબૂત સાથીના રૂપમાં સામેલ થવાના અમારા પથદર્શક તેમજ માર્ગદર્શક અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને શુભકામનાઓ આપી.
મનાવામાં આવી રહ્યું છે કે, અરૂણ જેટલીએ સરકારમાં સામેલ થવાનો ઇનકાર કર્યા બાદ અમિત શાહને સામેલ કરવા જરૂરી બન્યું હતું. જેટલીને પીએમ મોદીના સંકટમોચક માનવામાં આવી રહ્યાં છે અને તેમનું સરકારમાં સામેલ ના થવા પર શાહ તેમની અછત પૂર્ણ કરી શકે છે. એવામાં સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે, ભાજપના વરિષ્ઠ નેતા જે પી નડ્ડાને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવી શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે