અમિત શાહે કર્યો પ્રહાર- કહ્યું: કોંગ્રેસ ચાલવા દેતી નથી અયોધ્યા વિવાદનો કેસ
દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ અયોધ્યામાં રામ મંદિર મુદ્દાને લઇને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના લીધે અયોધ્યા વિવાદ વર્ષો સુધી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી ન હતી.
Trending Photos
રાંચી/લાતેહર: દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ અયોધ્યામાં રામ મંદિર મુદ્દાને લઇને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના લીધે અયોધ્યા વિવાદ વર્ષો સુધી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી ન હતી.
ઝારખંડના લાતેહરમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે દરેક જણ ઇચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ, જો આ કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા દેતી ન હતી. દેશની સર્વોચ્ચ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપીને સર્વાનુમતે આ નિર્ણય કર્યો છે કે અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો હતો, ત્યાં જ ભવ્ય મંદિર બને.
રામની કૃપાથી ખુલ્યો માર્ગ
ગૃહમંત્રીએ કહ્યું કે આટલા વર્ષોથી આ નિર્ણય થઇ રહ્યો ન હતો, અમે પણ ઇચ્છતા હતા કે સંવૈધાનિક રીતે આ વિવાદનો રસ્તો કાઢવો અને જુઓ રામની કૃપા સુપ્રીમ કોર્ટે નિર્ણય કરી દીધો અને તેના નિર્ણયથી તે સ્થાને ભવ્ય રામ મંદિર બનાવાનો રસ્તો ખુલી ગયો છે.
70 વર્ષથી લટક્યો હતો 370 વિવાદ
અમિત શાહે પોતાના ભાષણમાં ફરીથી પૂર્ણ બહુમતની સરકાર બનાવ્યા બાદ પહેલાં સત્રની અંદર કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35A દૂર કરવાનું કામ નરેંદ્ર મોદીજીની સરકારે કર્યું છે. કાશ્મીર સમસ્યાને કોંગ્રેસ પાર્ટી પોતાના વોટ બેંકની લાલચમાં 70 વર્ષોથી લટકાવી રહી હતી. મોદીજીએ ભારતના મુકુટમણિ પર લાગેલી 370ના કલંકને હટાવી આજે કાશ્મીરના વિકાસનો માર્ગ ખોલી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે