Air Indiaના સીનિયરે મહિલા પાઈલટને પતિ અને સેક્સ અંગેના સવાલો પૂછતા મોટો વિવાદ, તપાસ શરૂ
Trending Photos
નવી દિલ્હી: એર ઈન્ડિયાની એક મહિલા પાઈલટે સીનિયર પાઈલટ પર શારીરિક શોષણનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. મહિલા પાઈલટે એર ઈન્ડિયા મેનેજમેન્ટને આ મામલે ફરિયાદ કરી છે. ત્યારબાદ એર ઈન્ડિયા મેનેજમેન્ટે શારીરિક શોષણ મામલાને ગંભીરતાથી લઈને એક ઉચ્ચ સ્તરની તપાસ બેસાડી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે મહિલા પાઈલટે સીનિયર પાઈલટ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. મહિલા પાઈલટે ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે સીનિયર પાઈલટે મને એમ પણ પૂછ્યું કે તું મારા પતિથી દૂર કેવી રીતે રહી શકે છે અને શું તને દરરોજ સેક્સની જરૂર નથી પડતી.
પ્રવક્તાના જણાવ્યાં મુજબ મહિલા પાઈલટે મેનેજમેન્ટને મોકલેલી ફરિયાદમાં કહ્યું છે કે સીનિયર પાઈલટે તેને અનેક અયોગ્ય સવાલો પૂછ્યાં. મહિલા પાઈલટે ફરિયાદમાં કહ્યું કે 5 મેના રોજ ટ્રેનિંગ સેશન ખતમ થયા બાદ ઈન્સ્ટ્રક્ટરે સલાહ આપી કે બંનેને હૈદરાબાદની એક સીટી રેસ્ટોરામાં ડિનર કરાવવું જોઈએ. હું સહમત થઈ ગઈ. કારણ કે હું કેટલીક ફ્લાઈટ્સમાં તેમની સાથે રહી હતી અને તેઓ ડિસન્ટ લાગતા હતાં. અમે રાતે લગભઘ 8 કલાકે એર રેસ્ટોરામાં પહોંચ્યાં. જ્યાં મારી સાથે આવા વ્યવહારની શરૂઆત થઈ.
મહિલા પાઈલટે ફરિયાદમાં કહ્યું કે તેઓ મને કહી રહ્યાં હતાં કે તેઓ કઈ રીતે પોતાના લગ્ન જીવનથી ડિપ્રેસ્ડ અને દુ:ખી છે. તેમણે મને એમ પણ પૂછ્યું કે હું મારા પતિથી દૂર કેવી રીતે રહી શકું છું અને શું મને રોજે રોજ સેક્સની જરૂર નથી પડતી. જેના જવાબમાં મેં કહ્યું કે હું આ બધા મુદ્દા પર વાત કરવા માંગતી નથી અને મેં એક કેબ બોલાવી લીધી.
જુઓ LIVE TV
પાઈલટે આરોપ લગાવ્યો કે, 'ત્યારબાદ ટ્રેઈનરે તેમની સાથે અશ્લીલ વાતચીત કરી અને અભદ્ર સવાલો પૂછ્યાં. પરેશાન થઈને મેં તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને કેબ બોલાવી પરંતુ કેબ આવે ત્યાં સુધીનો સમય કાઢવો મારા માટે અસંભવ હતો. 'મહિલાએ કહ્યું કે, 'બીજા કોઈએ આવા હાલાતમાંથી પસાર ન થવું પડે એમ વિચારીને મે એરલાઈનમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું.'
એર ઈન્ડિયાએ બુધવારે કહ્યું કે તેમણે પોતાની એક મહિલા પાઈલટ તરફથી એક કમાન્ડર વિરુદ્ધ લગાવવામાં આવેલા શારીરિક શોષણના આરોપ અંગે ઉચ્ચ સ્તરની તપાસ બેસાડી છે. પાઈલટ તરફથી કરાયેલી ફરિયાદ મુજબ ઘટના પાંચમી મેના રોજ હૈદરાબાદમાં ઘટી જ્યાં કમાન્ડર તેમને તાલિમ આપી રહ્યો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે "જેવો મામલો અમારા ધ્યાનમાં આવ્યો કે અમે તત્કાળ ઉચ્ચ સ્તરની તપાસ બેસાડી છે. "
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે