પૈગોંગમાં ચીનના વિસ્તારવાદ પર પ્રહાર, હવે અક્સાઇ ચીન પર ફરકાવશે તિરંગો
ભારતે ચીનના વિસ્તારવાદી અહંકારને ચૂર-ચૂર કરવાનો નિર્ણય કરી લીધો છે. જે ગલવાનમાં પાઠ ભણાવવાનો અધુરો રહી ગયો તે હવે પૈંગોગમાં આવીને પુરો થઇ જશે. ગલવાનના 75 દિવસ બાદ ચીને પૈંગોંગમાં હિંદુસ્તાનને લલકારવાની ભૂલ કરી છે પરંતુ ભારતના સિંહનાદે ચીનના હોશ ઉડાવી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે ચીનના વિસ્તારવાદી અહંકારને ચૂર-ચૂર કરવાનો નિર્ણય કરી લીધો છે. જે ગલવાનમાં પાઠ ભણાવવાનો અધુરો રહી ગયો તે હવે પૈંગોગમાં આવીને પુરો થઇ જશે. ગલવાનના 75 દિવસ બાદ ચીને પૈંગોંગમાં હિંદુસ્તાનને લલકારવાની ભૂલ કરી છે પરંતુ ભારતના સિંહનાદે ચીનના હોશ ઉડાવી દીધા છે. પૈંગોંગમાં હિંદુસ્તાનનું પરાક્રમ જોઇને ચીનનો પરસેવો છૂટી રહ્યો છે પરંતુ ચીનની ફિતરતમાં છુપાયેલો દગો ભારત જાણે છે. એટલા માટે ભારત આ વખતે એલર્ટ છે. 1962ની માફક કોઇ ભૂલ કરશે નહી. ભારતની તૈયારીઓ પુરી છે.
ભારતનું 'ઓપરેશન બ્લેક ટોપ'
ભારતની સૈનિક કાર્યવાહીની શરૂઆત 29-30 ઓગસ્ટના રોજ રાત્રે થઇ. બ્લેક ટોપ તરફથી આગળ વધતાં 25-30 ચીની સૈનિકોને જોયા. ભારતીય સૈનિકોએ બ્લેક ટોપની ઉપર પહોંચીને પોસ્ટ પર કબજો કરી લીધો. 30-31 ઓગસ્ટની રાત્રે ચીનની સેનાએ આગળ વધવાનો ફરી પ્રયત્ન કર્યો. જવાબમાં ભારતીય સેનાએ નજીક બીજી ઘણી પહાડીઓ પર કબજો કરી લીધો. ભારતીય સેનાની કાર્યવાહી PP 27 થી PP 31 વચ્ચે કરવામાં આવી છે.
તમામ પેટ્રોલિંગ પોઇન્ટ હવે ભારતીય સેનાની પાસે છે. 1962માં આ વિસ્તારોમાં ચીને કબજો કરી લીધો હતો. રેકિન લા અને રેજાંગ લાના વિસ્તારો પર ભારતીય સેનાનો કબજો થઇ ગયો છે. વર્ષ 1962 બાદ ભારતીય સેનાએ ક્યારેય પોતાના સૈનિકો મોકલ્યા નહી. બંને જગ્યા પર વર્ષ 1962માં ભીષણ લડાઇ થઇ હતી. 'મગર હિલ' અને ગુરૂંગ હિલ પર પણ ભારતીય સૈનિકોનો કબજો થઇ ગયો છે. પૈંગોંગના દક્ષિણ કિનારેથી રેજાંગ લા સુધી ભારતીય સેનાનો કબજો છે.
ભારતે ચીન સીમા પર પહેરો વધાર્યો
ભારતે ચીન સીમા પર પહેરો વધારી દીધો છે. ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી ZEE NEWS ને જે મોટા સમાચાર મળ્યા છે તેના અનુસાર ITBP અને SSB ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ બોર્ડર પર ITBP ને એલર્ટ રહેવાના નિર્દેશ મળ્યા છે. તો બીજી તરફ ઉત્તરાખંડના કાલાપાનીમાં SSB અને ITBP નો પહેરો વધારી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે