હવે ઘરે બેઠા મળશે લોન, ઘર કે વ્યાપાર માટે સરકાર 59 મિનિટમાં આપશે લોન

આર્થિક સેવા સચિવ રાજીવ કુમારે જણઆવ્યું કે, નાના વેપારીઓને લોન આપવા માટે વેબ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે, આગળ જઇને વધારે વિકલ્પો પણ મળશે

હવે ઘરે બેઠા મળશે લોન, ઘર કે વ્યાપાર માટે સરકાર 59 મિનિટમાં આપશે લોન

નવી દિલ્હી : સરકાર દેવામાં વધારવા માટે હાલમાં નાના વેપારીઓ (MSME) માટે ચાલુ કરવામાં આવેલા પોર્ટલનું વર્તુળ વધારવા અંગે વિચાર કરી રહ્યા છે. આ વેબસાઇટ દ્વારા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગને 1 કલાકની અંદર બેંક ગયા વગર જ 1 કરોડ રૂપિયા સુધીનું દેવું મળી શકે છે. આર્થિક સેવા સચિવ રાજીવ કુમારે જણઆવ્યું કે, અમે નાના વેપારીઓને લોન આપવા માટે www.psbloansin59minutes.com વેબ પોર્ટલ ચાલુ કર્યું છે જો કે આગળ જઇને પોર્ટલ પર વધારે વિકલ્પો હાજર રહેશે. તેમાં પર્સલન લોન અને હોમ લોન વગેરે હોઇ શકે છે. 

Get loan in 59 minutes

તેમણે કહ્યું કે, આ સ્વયં સંચાલિત લોન પ્રોસેસિંગ સિસ્ટમથી પ્રાપ્ત અનુભવોના આધાર પર નવી લોન ઉત્પાદન રજુ કરવા જશે. તેમણે કહ્યું કે, કોન્ટેક્ટલેસ બૈકિંગ આગળ જઇને મિસાલ કાયમ કરશે કે આ પારદર્શિતાને આગળ વધારશે. નાણામંત્રી અરૂણ જેટલીએ ગત્ત અઠવાડીયે એમએસએમઇના માટે એખ નવુ પોર્ટલ રજુ કર્યું હતું. આ પોર્ટલ મુદ્દે આર્થિક સેવા સચિવે કહ્યું કે, આ નાના ઉદ્યોગો માટે લોનના પ્રવાહને આગળ વધારવામાં મદદ કરશે. આ ક્ષેત્ર ઉત્પાદન, નિકાસ અને રોજગાર સૃજનની તુલનાએ દેશની કરોડરજ્જું છે.
Get loan in 59 minutes
આ પ્રણાલી આગામી 6-7 મહિનામાં સ્થિર થઇ જશે અને બૈકિંગ તરીકે એક આદર્શ પરિવર્તનનો પાયો નાખશે. તેમણે કહ્યું કે સરળતાથી લોન મળવાથી દેશની ઉદ્મશીલતાની ભાવના પણ વધશે. પોર્ટલના મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા સચિવે કહ્યું કે, તેમાં લોન મળવાનાં સમયને 20-25 દિવસથી ઘટાડીને માત્ર 59 મિનિટ કરીને લોન વિતરણના તંત્રમાં  એક નવી કિર્તિમાન સ્થાપીત કર્યો. MSME સેગમેન્ટમાં આ પોતાની પ્રકારનુ અનોખુ પ્લેટફોર્મ છે જે આધુનિક ફાઇનાન્શિયલ ટેકનોલોજી દ્વારા સરળતાથી લોનની મંજુરી અને મેનેજમેન્ટ કરે છે. લોન આપતા પહેલા સુધી તેમાં કોઇ માનવીય હસ્તક્ષેપ નહી હોય. 

ઉધાર લેનારા MSMEના માટે એક યુઝર ફ્રેંડલી પ્લેટફોર્મ બનાવ્યું છે જ્યાં સૈદ્ધાંતિક મંજુરી માટે કોઇ પ્રકારના ભૌતિક દસ્તાવેજ જમા કરાવાની જરૂર છે. લોનની મંજુરી માટે આઇટી રિટર્ન્સ, જીએસટી ડેટા, બેંક સ્ટેટમેંટ્સ, MCA21 વેગેરે જેવા આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. સાથે જ ઉપલબ્ધ દસ્તાવેજોના આધાર પર અરજદારની મળતની મુળ માહિતી સ્માર્ટ એનાલિટિક્સ માટે પ્રાપ્ત કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news