મંત્રી હોવા છતાં તમે નિર્ણય લઈ શક્તા નથી, તમને નિર્મલા કહીએ કે 'નિર્બલા' સીતારમણઃ અધીર રંજન
અધીર રંજને(Adhir Ranjan) જણાવ્યું કે, "તમારા માટે સન્માન તો છે, પરંતુ ક્યારેક વિચારું છું કે તમને નિર્મલા સીતારમણના બદલે 'નિર્બલા' સીતારમણ કહેવું ઉચિત રહેશે કે નહીં. તમે મંત્રી પદ પર તો છો, પરંતુ તમારા મનમાં જે છે તે કહી શકો છો કે નહીં."
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના લોકસભાના સાંસદ અધીર રંજન ચૌધરીએ(Adhir Ranjan Chowdhary) વડાપ્રધાન પછી હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman) બાબતે એક વિવાદિત નિવેદન આપ્યું છે. છેલ્લા 6 વર્ષમાં જીડીપીનો(GDP) દર સૌથી નીચો રહેવા અને અમેરિકા-ચીન ડ્રેડ વોર બાબતે નાણામંત્રી(Finance Minister) નિર્મલા સીતારમણે જ્યારે પોતાનો પક્ષ રજુ કર્યો ત્યાર પછી અધીર રંજને તેમને લાચાર મંત્રી જણાવ્યા હતા.
અધીર રંજને(Adhir Ranjan) જણાવ્યું કે, "તમારા માટે સન્માન તો છે, પરંતુ ક્યારેક વિચારું છું કે તમને નિર્મલા સીતારમણના બદલે 'નિર્બલા' સીતારમણ કહેવું ઉચિત રહેશે કે નહીં. તમે મંત્રી પદ પર તો છો, પરંતુ તમારા મનમાં જે છે તે કહી શકો છો કે નહીં."
આ અગાઉ એનઆરસી(NRC) મુદ્દે રવિવારે કોંગ્રેસના નેતા અધીર રંજને વડાપ્રધાન મોદી(PM Modi) અને અમિત શાહ(Amit Shah) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "એનઆરસીનું નામ લઈને એક એવું વાતાવરણ પેદા થયું છે કે, જે લોકો આપણા દેશના વાસ્તવિક નાગરિક છે તે પણ વિચારવા લાગ્યા છે કે અમારું શું થશે. સામાન્ય નાગરિકો કાગળો લઈને બેઠા નથી હોતા. ગરીબ, આદિવાસી, પછાત વર્ગના લોકોને પોતાની રોજી-રોટીની ચિંતા રહેતી હોય છે, કાગળો અંગે વિચારવાનો તેમની પાસે સમય હોતો નથી."
‘શું મહિલા સશક્તિકરણ આપણી પ્રાથમિકતા નથી?’: ADG અનિલ પ્રથમ... જુઓ વીડિયો....
ચૌધરીએ જણાવ્યું હતું કે, "આ હિન્દુસ્તાન કોઈની જાગીર છે કે શું? સૌનો અધિકાર એક સરખો છે. હું તો એમ કહી શકું છું કે પીએમ નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી પોતે પણ ઘુસણખોર છે. ઘર તમારું ગુજરાત છે, તમે દિલ્લી આવી ગયા છો. તમે તો પોતે જ માઈગ્રન્ટ છો. કાયદાની રીતે કે ગેરકાયદે એ પછી જોવામાં આવશે."
અધીર રંજનના નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટીકા કરતા કહ્યું કે, "તેમના રાજકીય ગોત્રનું ડીએનએ ખરાબ છે. જેણે સમગ્ર ભારતમાં તુષ્ટિકરણની રાજનીતિ કરી હોય, તેમનો રાજકીય ડીએનો પણ તુષ્ટિકરણનો હોય છે. 1971માં શ્રીમતી ગાંધીએ કહ્યું હતું કે, આપણો વસતી વિસ્ફોટ એટલો વધારે છે કે, આપણે સહન કરી શકીએ એમ નથી. તેમ છતાં વોટના સોદાગરો સામે ઘુટણ ટેકી દીધા હતા."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે