અધીર રંજન ચૌધરી બનશે લોકસભામાં કોંગ્રેસના નેતા, બોલ્યા- હું પાર્ટીનો સિપાહી
કોંગ્રેસનો આ વખતની લોકસભા ચૂંટણીમાં માત્ર 52 સીટ પર વિજય થયો છે, જે વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટેના જરૂરી આંકડા કરતા ઓછો છે
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયેલા પાર્ટીના સાંસદ અધીર રંજન ચૌધરીને લોકસભાના પાર્ટીના નેતા તરીકે પસંદ કરાયા છે. પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા તેમના નામને મંજૂરી આપી દેવાઈ છે. જોકે, કોંગ્રેસે ગૃહમાં પાર્ટીના નેતા અંગે હજુ કોઈ આધિકારિક જાહેરાત કરી નથી.
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં ચૌધરીએ જણાવ્યું કે, લોકસભામાં કોંગ્રેસના નેતાની મને જવાબદારી સોંપાઈ છે. પાર્ટીએ મને આગળ આવીને ઊભા રહેવા જણાવ્યું છે અને મેં તેના માટે મારી સહમતિ દર્શાવી છે.
Congress MP from West Bengal, Adhir Ranjan Chowdhury: I have been given this responsibility (the leader of Congress in the Lok Sabha). I was asked to stand in the front. I said okay. I am a foot soldier and foot soldiers stand in front. So I will fight as a foot soldier pic.twitter.com/jf42aQWXXO
— ANI (@ANI) June 18, 2019
અધીર રંજને જણાવ્યું કે, હું કોંગ્રેસનો પ્રથમ લાઈનમાં ઊભા રહેનારો પગપાળા સિપાહી છું. હું પાર્ટી માટે એક સૈનિક તરીકે લડતો રહીશ. અધીર રંજન પશ્ચિમ બંગાળમાંથી 5મી વખત ચૂંટાયેલા સાંસદ છે. 1999 પછી તેઓ એક પણ વખત ચૂંટણી હાર્યા નથી. અત્યારે તેઓ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાની બહેરામપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અધીર ચૌધરી પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય રહેવાની સાથે જ પાર્ટીના પ્રદેશ એકમના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનો આ વખતની લોકસભા ચૂંટણીમાં માત્ર 52 સીટ પર વિજય થયો છે, જે વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટેના જરૂરી આંકડા કરતા ઓછો છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે