દારૂ કૌભાંડમાં દિલ્લીના CM કેજરીવાલને ED નું સમન્સ, 2 નવેમ્બરે થશે પૂછપરછ
Arvind Kejriwal: ફરી એકવાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ ચર્ચામાં આવ્યું છે. આ વખતે ઈડી એટલેકે, ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્લીના સીએમ કેજરીવાલને દારૂના કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યું છે.
Trending Photos
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે. દારૂ કૌભાંડમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના દારૂ કૌભાંડની ગરમી આખરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. EDએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
દિલ્હી એક્સાઇઝ કેસ ચર્ચામાં આવી ગયો છે. કારણકે, આ વખતે છેક મુખ્યમંત્રી સુધી રેલો આવ્યો છે. દિલ્હીના દારૂ કૌભાંડની ગરમી આખરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. EDએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
સિસોદિયા ઉપરાંત સંજય સિંહ પણ જેલમાં છે-
EDએ 4 ઓક્ટોબરે દારૂ નીતિ કૌભાંડમાં AAP સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. EDની ટીમે સવારે 7 વાગે દિલ્હીમાં સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા, જે લગભગ 10 કલાક સુધી ચાલી હતી. દરોડા દરમિયાન સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે 5 ઓક્ટોબરે તેને રૂઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને 10 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. બાદમાં આ રિમાન્ડ ફરી લંબાવવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે