Agriculture News: ખેતર વગર આ વસ્તુની ખેતી કરી દર મહિને 50 હજાર કમાય છે આ ખેડૂત, 25-30 દિવસમાં પાક તૈયાર

Farmer News: ઓછું જોખમ અને વધુ કમાણી...આવું જો મળે તો જલસા પડી જાય. આ ખેડૂતભાઈએ કઈક એવું જ  કર્યું છે. પરંપરાગત ખેતી ઉપરાંત એવો ગજબ કિમિયો ગોતી નાખ્યો છે કે ઓછા ખર્ચે વધુ કમાણી કરી રહ્યા છે. 

Agriculture News: ખેતર વગર આ વસ્તુની ખેતી કરી દર મહિને 50 હજાર કમાય છે આ ખેડૂત, 25-30 દિવસમાં પાક તૈયાર

Success Story: સરકાર મશરૂમ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ખાસ તાલિમ અને આર્થિક મદદ આપી રહી છે. તાલિમ શિબિરનું આયોજન કરાય છે. મશરૂમ કિટ સબસિડી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનાથી ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે. બિહારના ખેડૂત અવધેશ મહેતાએ ખેતીમાં નવી રાહ ચિંધિ છે. તેમણે પરંપરાગત ખેતી છોડીને મશરૂમ ઉત્પાદન શરૂ કર્યું. જેનાથી સારો નફો મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે. તેમણે સાબિત કર્યું કે યોગ્ય યોજના, આધુનિક ટેક્નોલોજી અને મહેનતથી ખેતી ફાયદાકારક છે. 

12 હજાર રૂપિયાના રોકાણથી શરૂઆત
ખેડૂત અવધેશ મહેતાએ મશરૂમ ઉત્પાદનની શરૂઆત 12 હજાર રૂપિયાના રોકાણથી કરી હતી. તેમણે 200 બેગ તૈયાર કરી. જેનો ખર્ચો પ્રતિ બેગ 60 રૂપિયા આવ્યો. એક બેગથી 1થી 1.5 કિલો મશરૂમની ઉપજ થઈ. હાલમાં બજારમાં મશરૂમ 250 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. તેનાથી તેમને 200 બેગથી 50 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે. ઓછા ખર્ચમાં વધુ નફાનું આ મોડલ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. 

જોખમમાં વધુ નફો આપે છે
અવધેશની સફળતાથી પ્રેરાઈને 15 ખેડૂતો પણ મશરૂમના ઉત્પાદનમાં લાગ્યા છે. પરંપરાગત ખેતીની સરખામણીમાં મશરૂમ ઉત્પાદન ઓછી જગ્યાએ અને ઓછા ખર્ચે થઈ શકે છે. આ કારણસર મશરૂમ ઉત્પાદન ખેડૂતો માટે સારો વિકલ્પ બની રહ્યો છે. 

25-30 દિવસમાં લણણી માટે તૈયાર
મશરૂમ ઉત્પાદન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેને શીખીને કોઈ પણ ખેડૂત આ બિઝનેસ શરૂ કરી શકે છે. મશરૂમની ખેતી માટે ઠંડી અને  ભેજવાળી જગ્યાની જરૂર પડે છે. બીજને સ્ટ્રો અથવા ઘઉંના થૂલા સાથે ભેળવીને બેગ તૈયાર કરવામાં આવે છે. 20-25 ડિગ્રી પારો કે  80-85% ભેજની જરૂર હોય છે.  25-30 દિવસમાં મશરૂમ લણણી માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ તેને બજારમાં વેચવામાં આવે છે. તે ઓછા જોખમમાં વધુ નફો આપે છે. પરંપરાગત પાકની સરખામણીમાં તે ઓછા સમયમાં વધુ નફો કરાવનારો બિઝનેસ છે. અવધેશ પરંપરાગત ખેતી સાથે મશરૂમ અને માછલી પાલન પણ કરે છે. 

મશરૂમ કિટ પર 90% સબસિડી
મશરૂમ કિટ પર લાભાર્થી ખેડૂતોને 90 ટકા સબસિડી આપવામાં આવે છે. મશરૂમની ખેતી માટે ખેતરની જરૂર હોતી નથી. તમે તમારા ઘર કે કોઈ રૂમમાં બેસીને પણ મશરૂમની ખેતી કરી શકો છો. બિહાર કૃષિ વિભાગના જણાવ્યાં મુજબ મશરૂમ કિટ વિતરણ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો મશરૂમની કિટ પર કુલ ખર્ચ 55 રૂપિયા પર 90 ટકા સબસિડી મેળવી શકે છે. તેનો અર્થ એ થયો કે ખેડૂતોને મશરૂમ કિટ પર ફક્ત 5થી 6 રૂપિયા ખર્ચવા પડે. આ યોજનામાં ખેડૂતોને ન્યૂનતમ 25 કિટ અને મહત્તમ 100 મશરૂમ કિટ અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news