DA Hike: સરકારી કર્મચારીઓ 'પૈસાના વરસાદ' માટે તૈયાર રહો! મોંઘવારી ભથ્થામાં થશે ₹1,00,170 નો તગડો ફાયદો
7th Pay Commission: હાલ જૂન 2024 માટે AICPI ઈન્ડેક્સના આંકડા બહાર પડવાના છે. આ ચોમાસું સીઝન છે એટલે આવામાં કેન્દ્રીય કર્મચારીઓ ઉપર પણ પૈસાનો જાણે વરસાદ થાય તેવી શક્યતા છે. જુલાઈમાં વધાનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત સરકાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કરશે. 3 ટકા ડીએ વધતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 1,00,170 રૂપિયા સુધીનો ફાયદો કરાવી શકે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Trending Photos
કેન્દ્રીય કર્મચારી માટે જુલાઈ 2024માં એકવાર ફરીથી મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરીથી એકવાર તગડો વધારો જોવા મળશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું 53 ટકા સુધી પહોંચી જશે. હાલ જૂન 2024 માટે AICPI ઈન્ડેક્સના આંકડા બહાર પડવાના છે. આ ચોમાસું સીઝન છે એટલે આવામાં કેન્દ્રીય કર્મચારીઓ ઉપર પણ પૈસાનો જાણે વરસાદ થાય તેવી શક્યતા છે. જુલાઈમાં વધાનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત સરકાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કરશે. 3 ટકા ડીએ વધતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 1,00,170 રૂપિયા સુધીનો ફાયદો કરાવી શકે છે. જો કે આ ફાયદો ગ્રેડ પે અને પગાર પ્રમાણે અલગ અલગ હશે. આ માટે ગણતરી સમજવી પડશે.
મોંઘવારી ભથ્થાના વધારાની આતુરતાથી જોવાય છે રાહ
કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈ 2024માં થનારા વધારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સાતમાં પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓના પગારમાં તગડો વધારો જોવા મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈ 2024થી પોતાના મોંઘવારી ભથ્થામાં તગડા વધારાની અપેક્ષા રાખી શકે છે. આ વધારો સાતમા પગાર પંચ હેઠળ પીરિયોડિક રિવિઝનનો ભાગ છે જેનો હેતુ ફુગાવા સાથે તાલમેળ રાખવા માટે પગારને એડજસ્ટ કરવાનો છે. ડીએ હાઈકના ફાઈનલ નંબર જલદી જાહેર કરવામાં આવી શકે છે. લેબર બ્યૂરો પણ તેના પર કામ કરે છે.
કેવી રીતે નક્કી થશે જુલાઈ 2024નું ડીએ હાઈક?
એકસપર્ટ્સના જણાવ્યાં મુજબ જુલાઈ 2023માં પણ મોંઘવારી ભથ્થું 3 ટકા વધી શકે છે. એટલે કે 50 ટકાથી વધીને 53 ટકા થઈ શકે છે. AICPI આંકડા મુજબ મે 2024 સુધીના આંકડા આવી ગયા છે જે પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કુલ DA સ્કોર 52.91 ટકા સુધી પહોંચી ગયો છે. હવે જૂનના નંબર્સ જોવાના છે. મોંઘવારી ભથ્થાના તમામ આંકડા આવ્યા બાદ DA ની ગણતરી થશે. પરંતુ ઈન્ડેક્સમાં જો સારી તેજી આવે તો પણ તે 53 ટકા સુધી જ સીમિત રહેશે. આવામાં 3 ટકાનો ઉછાળો આ વખતે નક્કી જોવા મળી રહ્યો છે.
₹1,00,170 થશે DA હાઈક?
3 ટકા મોંઘવારી ભથ્થું વધ્યા બાદ કુલ ડીએ 53 ટકા પર પહોંચી જશે. હવે જો ગ્રેડ પે 1800 રૂપિયાથી 2800 રૂપિયાના લેવલ 1 થી 5 વચ્ચે જોઈએ તો પે બેન્ડ 1(₹5200 થી ₹20200) પર કર્મચારીનો પગાર 31,500 હશે તો 53 ટકા પ્રમાણે કુલ મોંઘવારી ભથ્થું ₹1,00,170 રૂપિયા હશે. હાલ 50 ટકા પર 6 મહિનાના આધારે તેમને 94,500 રૂપિયા મળે છે. અત્રે જણાવવાનું કે મોંઘવારી ભથ્થાને દર 6 મહિને રિવાઈઝ કરાય છે. હાલ મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો પગારમાં 945 રૂપિયા/માસિક વધી શકે. 6 મહિનામાં કુલ 5670 રૂપિયાનો વધારો થશે.
બેઝિક પગાર પર ગણતરી સમજો...
કર્મચારીનો બેઝિક પગાર- 31,500 રૂપિયા
હાલનું મોંઘવારી ભથ્થું (50%) - 15,750 રૂપિયા/માસિક
6 મહિના માટે મોંઘવારી ભથ્થું (50%) 94,500 રૂપિયા
નવું મોંઘવારી ભથ્થું (અંદાજિત 53%)- 16695 રૂપિયા માસિક
6 મહિના માટે મોંઘવારી ભથ્થું (53%) 16695X6= 1,00,170 રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે