શું પરિવારે બ્લડ કેન્સરથી પીડિત બાળકની ગંગામાં ડુબાડી હત્યા કરી, હરિદ્વારમાં બની ચોંકાવનારી ઘટના

Haridwar News: શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબાળી હત્યા કરવાનો આરોપ લગાવતા તેના માતા-પિતા અને માસીને ઘાટ પર પકડી લીધા હતા.
 

શું પરિવારે બ્લડ કેન્સરથી પીડિત બાળકની ગંગામાં ડુબાડી હત્યા કરી, હરિદ્વારમાં બની ચોંકાવનારી ઘટના

હરિદ્વારઃ હરિદ્વારના કોતવાલી ક્ષેત્રમાં બુધવારે એક હચમચાવી દેતી ઘટના બની છે. દિલ્હીનો એક પરિવાર 7 વર્ષના બાળકને લઈને હરની પૌડી પહોંચ્યો હતો, અહીં બાળકનું મોત થયું હતું. ત્યાં હાજર લોકોનો આરોપ છે કે મહિલાએ તે બાળકને ડૂબાળીને મારી નાખ્યો. મહિલા તે બાળકની માતા છે કે સંબંધી તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પહોંચી હતી અને બાળકને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હત.

પોલીસે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. એસપી સિટી સ્વતંત્ર કુમાર સિંહનું કહેવું છે કે પતિ-પત્ની બાળકને લઈને આવ્યા હતા, તેની સાથે એક અન્ય મહિલા પણ હતી. 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બાળકને બ્લડ કેન્સર થઈ ગયું હતું. સાથે આવેલા પતિ-પત્નીએ જણાવ્યું કે સર ગંગારામ હોસ્પિટલમાં તેણે બાળકની તપાસ કરાવી હતી. 

પોલીસ અનુસાર સોનિયા વિહાર દિલ્હી નિવાસી રાજકુમાર સૈનીના સાત વર્ષીય પુત્ર રવિને બ્લડ કેન્સર હતું. તેની સારવાર દિલ્હીમાં થઈ રહી હતી. આશરે ચાર દિવસ પહેલા તેને દિલ્હી એમ્સમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને ઘરે લઈ જવા કહ્યું હતું. કોઈએ તેને જાણકારી આપી કે ગંગા સ્નાનથી બાળક સાજો થઈ જશે. ત્યારબાદ બુધવારે બપોરે રાજકુમાર તેની પત્ની શાંતિ અને સાળી સુધા બાળકને ટેક્સીથી લઈને હરિદ્વાર પહોંચ્યા હતા. હરકી પૌડી બ્રહ્મકુંડ પર ગંગા સ્નાન કરાવવા લાગ્યા. જ્યાં તેનું મોત થઈ ગયું હતું. મિનિટો સુધી બાળકને બેભાન અવસ્થામાં ડૂબકી લગાવતો જોઈ આસપાસ ઉભેલા લોકોએ હોબાળો મચાવ્યો તો બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. 

શ્રદ્ધાળુઓએ આ જોઈ હંગામો કર્યો હતો, જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબાળી હત્યા કરવાનો આરોપ લગાવતા તેના માતા-પિતા અને માસીને ઝડપી લીધા હતા. ત્યારબાદ આસપાસના લોકો ભેગા થઈ જતાં હંગામો થઈ ગયો હતો. હાલમાં બાળકના માતા-પિતા અને માસીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news