આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે, જેણે બદલી નાખ્યું ભારતનું ભવિષ્ય!

મનમોહન સિંહ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા. તેમના નેતૃત્વમાં ભારતે અનેક ઐતિહાસિક ઉપલબ્ધિઓ મેળવી. મનમોહન સરકારના એવા 5 ઐતિહાસિક નિર્ણયો વિશે જાણીએ જે ભારતના ઈતિહાસમાં માઈલસ્ટોન બની ગયા છે. 

આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે, જેણે બદલી નાખ્યું ભારતનું ભવિષ્ય!

ડો. મનમોહન સિંહનું ગુરુવારે 26 ડિસેમ્બરના રોજ નિધન થયું. તેઓ 1991માં એવા સમયે દેશના નાણામંત્રી બન્યા હતા કે જ્યારે ભારત ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમતું હતું. તેમની લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઈઝેશન અને ગ્લોબલાઈઝેશન  (LPG)નીતિઓથી અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફાર આવ્યા. દેશ આર્થિક સંકટમાંથી બહાર આવ્યો અને સાથે સાથે આજે તેની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ધાક છે. મનમોહન સિંહ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા. તેમના નેતૃત્વમાં ભારતે અનેક ઐતિહાસિક ઉપલબ્ધિઓ મેળવી. જેમાં મનરેગા, શિક્ષણનો અધિકાર(RTI), ખાદ્ય સુરક્ષા અધિનિયમ(FSA), તથા આધાર જેવી યોજનાઓ સામેલ છે. મનમોહન સરકારના એવા 5 ઐતિહાસિક નિર્ણયો વિશે જાણીએ જે ભારતના ઈતિહાસમાં માઈલસ્ટોન બની ગયા છે. 

આજે અંતિમ સંસ્કાર
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે સવારે પૂરા રાજકીય સન્માન સાથે નિગમ બોધ ઘાટ પર સવારે 11.45 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે તેમના સન્માનમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદીને વિનંતી કરી કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જેથી કરીને ત્યાં તેમનું સ્મારક બનાવી શકાય જેના પર કેન્દ્રએ સહમતિ જતાવી છે. મનમોહન સિંહ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યાં હતા. તેમના કેટલાક ખાસમખાસ  નિર્ણયો વિશે જાણીએ. 

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)
2005માં લાગૂ થયેલી આ MGNREGA યોજના ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર ગેરંટી આપવા માટે શરૂ કરાઈ હતી. તેનો હેતુ ગ્રામીણ પરિવારોને દર વર્ષે 100 દિવસ કામ ઉપલબ્ધ કરાવવાનો હતો. તેનાથી ગ્રામીણ ગરીબોની આવકમાં સુધારો થયો અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ  થયો. આ યોજના ભારતમાં ગરીબીને ઘટાડવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થઈ. આ સાથે જ ગ્રામીણ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવાનું માધ્યમ પણ બની.

આધાર કાર્ડ યોજના
2009માં શરૂ થયેલી આધાર યોજનાએ ભારતમાં ડિજિટલ ઓળખની એક નવી વ્યાખ્યા આપી. તેનો હેતુ નાગિરકોને એક યુનિક આઈડી આપવાનો હતો. જેનાથી સરકારી યોજનાઓનો લાભ સીધો તેમના બેંક ખાતાઓ સુધી પહોંચાડી શકાય. (PHOTO: GOV Portal)

શિક્ષણનો અધિકાર અધિનિયમ(RTE)
2010માં લાગૂ કરાયેલો આ અધિનિયમ 6-14 વર્ષના બાળકોને મફત અને જરૂરી શિક્ષણ આપવાની ગેરંટી આપે છે. તેણે શિક્ષણમાં અસમાનતાને દૂર કરવા અને શાળા છોડવાના દરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. (Photo : CAG of India Report)

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA)
2013માં લાગૂ કરાયેલો ખાદ્ય સુરક્ષા અધિનિયમ (Food Security Act) ગરીબોને સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે એક ક્રાંતિકારી પગલું હતું. જે હેઠળ ગરીબ પરિવારોને 1 થી 3 રૂપિયા પ્રતિ કિલોના  ભાવે ઘઉ, ચોખા અને જાડું અનાજ આપવામાં આવ્યું. (PHOTO: GOV Portal)

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)
મનમોહન સરકારે 1 જાન્યુઆરી 2013ના રોજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ની શરૂઆત કરી હતી. તેનો હેતુ સબસિડી અને નાણાકીય લાભ સીધો લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચાડવાનો છે. આ યોજના ભ્રષ્ટાચાર ઘટાડવા, લીકેજ રોકવા અને લાભાર્થીઓને તેમના હક સુધી સીધી પ હોંચ આપવા માટે બનાવવામાં આવી હતી. આજે એલપીજી સબસિડી, પેન્શન, મનરેગા હેઠળ મજૂરી, શિષ્યવૃત્તિ, પાક વીમો, અને કૃષિ સબસિડી સહિત તમામ ફાયદા જનતાને સીધા તેમના ખાતામાં મળે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news