WHOએ જાહેર કર્યો રિપોર્ટ, 20 વર્ષમાં વધી લોકોની ઉંમર પરંતુ બિમારીઓ સાથે
ડાયાબિટીઝની વાત કરીએ તો 20 વર્ષમાં દુનિયાભરમાં ડાયાબિટીઝના કેસમાં પણ ઝડપથી વધારો થયો છે. વર્શ 2000ના મુકાબલે 2019માં ડાયાબિટીઝથી થનાર મોતનો આંકડો 70% સુધી વધ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ બુધવારે ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ રિપોર્ટ (Global Health Estimate Report 2019) જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2000થી લઇને અત્યાર સુધી લોકોના સ્વાસ્થ્યમાં શું મોટા ફેરફાર થયા છે. કઇ બિમારીઓ (Disease) કેટલી વધી છે અને કઇ બિમારીઓની તપાસથી લઇને સારવારમાં સુધારો આવ્યો છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લોકોની ઉંમર પહેલાંના મુકાબલે વધી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ બુધવારે ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ રિપોર્ટ (Global Health Estimate Report 2019) જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર હદયની બિમારીઓ (Heart Disease) દુનિયાભરમાં સૌથી વધુ મોતનું કારણ બની રહી છે. ગત વર્ષે 20 વર્ષોથી હદય સાથે જોડાયેલી બિમારીઓ (Heart Disease)થી જ સૌથી વધુ મોત થયા હતા, પરંતુ હવે આંકડો વધી ગયો છે. વર્ષ 2000માં જ્યાં હદયની બિમારીઓથી દુનિયાભરમાં 20 લાખ લોકોના મોત થતા હતા, તો આ આંકડો 2019 આવતા આવતાં 90 લાખ પર પહોંચી ગયો છે.
ડાયાબિટીઝ (Diabetes) ના કેસ વધ્યા
ડાયાબિટીઝની વાત કરીએ તો 20 વર્ષમાં દુનિયાભરમાં ડાયાબિટીઝના કેસમાં પણ ઝડપથી વધારો થયો છે. વર્શ 2000ના મુકાબલે 2019માં ડાયાબિટીઝથી થનાર મોતનો આંકડો 70% સુધી વધ્યો છે. જેમાં ફક્ત પુરૂષોમાં આ કેસ 80% સુધી વધ્યા છે.
HIV ના કેસમાં સુધારો થયો
એચઆઇવી એડ્સ (HIV/AIDS)ના કેસમાં ગત 20 વર્ષમાં મોટો સુધારો જોવા મળ્યો છે. વર્ષ 200માં જ્યાં એચઆઇવી એડ્સ (HIV/AIDS) મોતના મામલે 8મા નંબર પર હતો તો બીજી તરફ 2019માં આ 19મા સ્થાન પર આવી ગયો છે. ગત વર્ષોમાં બિમારીઓની તપાસ, સારવારમાં એકદમ કામ થયું છે. પરંતુ આફ્રીકામાં હજુ પણ HIV, મોતનું ચોથું મોટું કારણ છે.
પહેલાંના મુકાબલે વધુ જીવી રહ્યા છે લોકો
(WHO)ના આ રિપોર્ટ અનુસાર પહેલાંના મુકાબલે લોકોની ઉંમર વધી રહી છે, પરંતુ આ સાથે જ લોકોમાં બિમારીઓ પણ વધી છે. વર્ષ 2000ના મુકાબલે 2019માં લોકોની ઉંમર 6 વર્ષ સુધી વધી ગઇ છે. 2000માં જ્યાં લોકોની સરેરાશ ઉંમર 67 વર્ષની હતી તો બીજી તરફ 2019માં આ વધીને 73 વર્ષ થઇ ગઇ છે. પરંતુ આ 6 વર્ષમાં ફક્ત 5 વર્ષ જ સારા સ્વાસ્થ્યના છે.
સારવાર, તપાસ અને સારવાર પર ધ્યાન આપવું પડશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ડાયરેક્ટર જનરલ Dr Tedros Adhanom Ghebreyesuનું કહેવું છે કે દુનિયાભરમાં દિલની બિમારીઓ હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીઝ અનેશ્વાસ સંબંધિત બિમારીઓ સૌથી વધુ જીવલેણ રહી છે. તમામ દેશોને ખાસકરીને આ બિમારીઓની સારવાર અને તપાસ પર કામ કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે