શું તમે પણ સાંધાના દુખાવાથી છો પરેશાન? તો આજથી જ આ ફળો ખાવાનું કરી દો શરૂ

High Uric Acid Control Tip: યુરિક એસિડના કારણે જોઇન્ટ્સમાં ખૂબ જ દુખાવો થાયા છે. તમે તેને નેચુરલ રીતે ઘટાડી શકો છો, તમારે ફક્ત તમારી ડાઈટમાં કેટલાક ખાસ ફળોનો સમાવેશ કરવો પડશે.

શું તમે પણ સાંધાના દુખાવાથી છો પરેશાન? તો આજથી જ આ ફળો ખાવાનું કરી દો શરૂ

Fruits For Uric Acid: યુરિક એસિડ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, તે સામાન્ય રીતે મધ્યમ વયના લોકોથી લઈને વૃદ્ધોને અસર કરે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધી જાય છે, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માટે તમારે સારવાર કરાવવી પડશે અને અનેક પ્રકારની દવાઓ લેવી પડશે. જો કે, જો તમે તમારી ડેલી ડાઈટમાં થોડો ફેરફાર કરો છો, તો આવી સમસ્યાઓને ઓછી કરવામાં સરળતા રહેશે. ચાલો જાણીએ ડો. ઉદય પ્રતાપ સિંહ પાસેથી યુરિક એસિડના દર્દીઓએ કયા ફળ ખાવા જોઈએ.

યુરિક એસિડમાં આ ફળો ખાઓ
1. નારંગી (Orange)
નારંગીને વિટામિન સીના રિચ સોર્સ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે વિટામિન E, ફોલેટ અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલ હોય છે. જે શરીરમાં હાજર ટોક્સિંસને ઘટાડવામાં મદદ કરે છે. આનાથી યુરિક એસિડ વધવાનું જોખમ પણ ઘટી જાય છે.

2. સફરજન (Apple)
યુરિક એસિડ વધવા પર સફરજનનું સેવન વધારી દેવું જોઈએ, કારણ કે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી બ્લડમાં યુરિક એસિડનું લેવર ઓછું કરી શકાય છે. સફરજનને હંમેશાથી સ્વાસ્થ્યવર્ધક ફળની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. એટલા માટે સફરજનનું સેવન જરૂર કરો.

3. કીવી (Kiwi)
કીવી એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. જે યુરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન Cથી ભરપૂર હોવાના કારણે તે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. સાથે જ બ્લડ પ્લેટલેટ્સને પણ મેન્ટેન કરે છે. તેમાં વિટામિન C, વિટામિન E અને ફોલેટ પણ હોય છે.

4. કેળા (Banana)
કેળા એક ખૂબ જ કોમન ફળ છે. જે લોકોને યુરિક એસિડ વધવાની સમસ્યા છે તેના માટે આ ફળ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. આ ફળમાં પ્યૂરૂન (Purine) ઓછું થઈ જાય છે જેના કારણે ગાઉટનો ખતરો ઓછો થઈ જાય છે.

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news