Tamarind Benefits: ખાટી આમલી પેટના દુખાવાને 5 મિનિટમાં કરશે દુર, જાણો ઉપયોગ કરવાની રીત
Tamarind Benefits: ઘણી વખત ભોજનમાં ફેરફાર થઈ જાય તો તેના કારણે પેટમાં દુખાવો થાય છે. પેટના દુખાવાને તુરંત મટાડવા માટે તમે ખાટી આમલીનો ઉપયોગ કરી શકો છો. જાણીને નવાઈ લાગશે પરંતુ આમલી પેટના દુખાવાને ગણતરીની મિનિટોમાં મટાડી શકે છે.
Trending Photos
Tamarind Benefits: ઘણી વખત ભોજનમાં ફેરફાર થઈ જાય તો તેના કારણે અપચાની તકલીફ થાય છે. તો ઘણી વખત પેટમાં દુખાવો વધે છે. આમ થવાનું કારણ હોય છે કે ખાધેલો ખોરાક બરાબર રીતે પચ્યો ન હોય. અપચાના કારણે પેટમાં દુખાવો થાય છે. અપચાના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તેવામાં પેટના દુખાવાને તુરંત મટાડવા માટે તમે ખાટી આમલીનો ઉપયોગ કરી શકો છો. જાણીને નવાઈ લાગશે પરંતુ આમલી પેટના દુખાવાને ગણતરીની મિનિટોમાં મટાડી શકે છે.
ખાટી આમલીના ફાયદા
આ પણ વાંચો:
- ખાટી આમલી ખાવાથી એસિડિટી અને રક્ત સંબંધિત વિકારોમાં ફાયદો થાય છે. આમલી પાચનતંત્રને પણ ફાયદો કરે છે કારણ કે તેમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. જો તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય અને તેને મટાડવો હોય તો એક ચમચી આમલીની છાલનો પાવડર લઈ તેમાં એક ચમચી મધ અને સિંધવ નમક મિક્સ કરો. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને તેનું સેવન કરો. આ મિશ્રણ લીધા ના થોડા જ સમયમાં પેટના દુખાવાથી તમને રાહત મળી જશે અને પાચન સંબંધિત જે પણ વિકાર હશે તે પણ દૂર થશે.
- જો તમને વારંવાર એસીડીટી થતી હોય અને તેના કારણે છાતીમાં બળતરા રહેતી હોય તો આમલીનું પાણી અને સાકર મિક્સ કરીને તેનું સેવન કરો. સાકર સાથે આમલીનું પાણી લેવાથી છાતીમાં થતી બળતરા થી તુરંત મુક્તિ મળે છે.
આ પણ વાંચો:
- જો તમને ડાયરિયા ની ફરિયાદ હોય તો તેના માટે 10 ગ્રામ આંબલીના પાનમાં બે ગ્લાસ પાણી ઉમેરીને તેને બરાબર ઉકાળો. પાણી અડધું બચે પછી તેને ગાળીને પી જવું. દિવસ દરમિયાન આ મિશ્રણ થોડું થોડી વારે પીવાથી ડાયરિયામાં ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે