Uric Acid: આ 3 પ્રકારની દાળ ખાવાથી શરીરમાં ઝડપથી વધે છે યુરિક એસિડ, ખાતા હોય તો બંધ કરી દેજો

Uric Acid: શરીરમાં યૂરિક એસિડ લેવલ વધી જાય તો તેના ક્રિસ્ટલ્સ સાંધામાં જામવા લાગે છે. આ સમસ્યામાં અસહ્ય પીડા થાય છે. આ સમસ્યા નાની વયના લોકોને પણ થઈ શકે છે. યુરિક એસિડની સમસ્યામાં કેટલીક દાળ ખાવાનું ટાળવું જોઈએ.

Uric Acid: આ 3 પ્રકારની દાળ ખાવાથી શરીરમાં ઝડપથી વધે છે યુરિક એસિડ, ખાતા હોય તો બંધ કરી દેજો

Uric Acid: જે લોકોના શરીરમાં યુરિક એસિડ લેવલ વધી જાય છે તેમના માટે હલનચલન પણ મુશ્કેલ થઈ જાય છે. શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો આ એસિડ ધીરે ધીરે કઠોર બની કાચના ટુકડાનો આકાર લઈને શરીરના સાંધામાં જામવા લાગે છે. મોટાભાગે યુરિક એસિડના ક્રિસ્ટલ પગની આંગળીઓ, ઘૂંટણ, કોણી, હાથની આંગળીઓના સાંધા વગેરેમાં જામે છે. જ્યારે આ ક્રિસ્ટલ સાંધામાં જામી જાય છે તો અસહ્ય પીડા થાય છે. યુરિક એસિડ વધી જવાની સમસ્યા નાની ઉંમરના યુવાનોને પણ થઈ શકે છે. 

યુરિક એસિડની સમસ્યા શરીરમાં પ્યુરીન નામના તત્વના કારણે થાય છે આ તત્વ ખાવા પીવાની અલગ અલગ વસ્તુઓમાં હોય છે. જ્યારે તે ખાવા પીવાની વસ્તુના માધ્યમથી શરીરમાં પહોંચે છે તો યુરિક એસિડનું લેવલ વધારે છે. આ સિવાય પ્રોટીનનું લેવલ પણ વધારે રહેતું હોય તો હાઈ યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે. વધારે પડતી પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાવાથી કિડની ફંક્શન પણ સ્લો થઈ જાય છે અને સાથે જ અલગ અલગ અંગોમાં પણ સમસ્યા થવા લાગે છે. તેથી યુરિક એસિડનું લેવલ વધે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે.. જે લોકોને યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે આલ્કોહોલ પીવાનું પણ ટાળવું જોઈએ તેનાથી યુરિક એસિડ ઝડપથી વધે છે. 

ભારતીય ઘરોમાં રોજના ભોજનમાં દાળ અચૂક બને છે. દાળ પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે તેનું સેવન કરવું જરૂરી છે પરંતુ જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય તેમણે કેટલાક પ્રકારની દાળ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ દાળ અને કઠોળ ખાવાથી યુરિક એસિડ ઝડપથી વધી જાય છે. 

યુરિક એસિડમાં કઈ દાળ ન ખાવી ?

જે લોકોને યુરિક એસિડ વધી જતું હોય તેમણે તુવેરની દાળ ખાવી નહીં. આ સિવાય કાબુલી ચણા અને રાજમા ખાવાથી પણ ઝડપથી યુરિક એસિડ વધી જાય છે. આ સિવાયની દાળ અને કઠોળ પણ મર્યાદિત માત્રામાં જ ખાવા જોઈએ. પરંતુ ઉપર જણાવેલી ત્રણ દાળ યુરિક એસિડનું લેવલ ખૂબ જ ઝડપથી વધારે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news