Pressure points: બસ 5 મિનિટમાં શરીરનો થાક, આળસ અને સ્ટ્રેસ દુર થશે, આ પ્રેશર પોઈન્ટ દબાવવાથી જાદુઈ અસર થશે


Pressure points: આજની દોડધામવાળી જીવનશૈલીમાં સ્ટ્રેસ, થાક સામાન્ય થઈ ગયા છે. ઓફિસના ટારગેટ, જીવનની સમસ્યાઓના કારણે શારીરિક માનસિક સ્ટ્રેસ રહે છે. આજે તમને આ સ્ટ્રેસ દુર કરી રિલેક્સ થવાનો જોરદાર ઉપાય જણાવીએ. શરીરના 5 પોઈન્ટ એવા છે જેને દબાવવાથી શરીર હળવું ફુલ જેવું થઈ જશે.
 

Pressure points: બસ 5 મિનિટમાં શરીરનો થાક, આળસ અને સ્ટ્રેસ દુર થશે, આ પ્રેશર પોઈન્ટ દબાવવાથી જાદુઈ અસર થશે

Pressure points: આજની દોડધામ ભરેલી જિંદગીમાં શારીરિક અને માનસિક સ્ટ્રેસ અને થાક સામાન્ય છે. સ્ત્રી હોય કે પુરુષ તે આ પ્રકારના થાકથી પરેશાન જોવા મળે છે. દિવસની શરૂઆત થાય ત્યારથી જ માનસિક સ્ટ્રેસ હોય છે અને દિવસ પૂરો થવા આવે ત્યાં સુધીમાં શરીર પણ થાકી જાય છે. આ સ્ટ્રેસ અને થાકને દૂર કરવા બસ 5 મિનિટનું કામ છે. આજે તમને શરીરના પાંચ એવા પ્રેશર પોઇન્ટ વિશે જણાવીએ જેમાં ફક્ત પાંચ મિનિટ મસાજ કરશો તો પણ શરીર હળવું ફૂલ જેવું થઈ જશે. 

એક્સપર્ટ અનુસાર શરીરના 5 પ્રેશર પોઇન્ટ એવા છે જ્યાં 5 મિનિટ સુધી મસાજ કરવામાં આવે તો શરીરમાં જાદુઈ અસર જોવા મળે છે અને શરીર તનાવ મુક્ત થઈ જાય છે. આ પોઇન્ટ કયા છે અને તેને કેવી રીતે પ્રેશર આપવું? ચાલો તમને જણાવીએ. 

થર્ડ આઈ પોઇન્ટ 

આપણી ભ્રમરની નીચે જે પોઇન્ટ હોય છે તે સ્ટ્રેસ ઘટાડવામાં અસરકારક છે. બે આંગળીની મદદથી આ પોઇન્ટને હળવા હાથે દબાવો અને મસાજ કરો. તેનાથી તુરંત જ આરામ મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. 

ટેમ્પલ પોઇન્ટ 

માથાની બંને તરફ આંખની પાસે ટેમ્પલ પોઇન્ટ હોય છે. જેને હળવા હાથે મસાજ કરવાથી સ્ટ્રેસ ઘટે છે અને માથાનો દુખાવો અને આંખનો થાક દૂર થાય છે. 

હેન્ડ વેલી પોઇન્ટ 

હથેળી અને અંગૂઠાની વચ્ચેનો ભાગ જેને હેન્ડ વેલી પોઈન્ટ કહેવાય છે તે સ્ટ્રેસ ઓછો કરવામાં અસરકારક છે. અહીં ધીરે ધીરે પ્રેશર આપવાથી અથવા તો મસાજ કરવાથી માનસિક શાંતિ મળે છે અને મૂડ સુધરે છે. 

ફૂટ સોલ પોઇન્ટ

પગના તળિયામાં આ પોઇન્ટ હોય છે જે સ્ટ્રેસ દૂર કરવામાં ઉપયોગી છે. આ જગ્યાએ હળવા હાથે પ્રેશર આપો અને મસાજ કરો તેનાથી શરીરમાં એનર્જી વધે છે. 

નેક પોઇન્ટ 

ગરદનની પાછળના ભાગમાં આ પોઇન્ટ હોય છે. આ પોઇન્ટ સ્ટ્રેસ દૂર કરે છે. ત્યાં મસાજ કરવાથી મસલ્સ સ્ટ્રેચ થઈ ગયા હોય તો તેમાં આરામ મળે છે અને શરીરનો થાક ઉતરી જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news