Covid New Strain: નવો કોવિડ સ્ટ્રેન પહેલા કરતાં વધુ ગંભીર, સંક્રમિત થયા પછી રિકવરીમાં લાગશે લાંબો સમય
Covid New Strain: ભારતમાં નવા કોવિડ સ્ટ્રેનને લઈને ચિંતા વધી રહી છે. કોરોનાના આ નવા કેસ ગુજરાતમાં પણ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના આ નવા વેરીએન્ટને લઈને નિષ્ણાંતો પણ ચિંતીત છે કારણ કે આ સ્ટ્રેન શરીરને અંદર સુધી પ્રભાવિત કરે છે અને તેમાંથી રિકવર થવામાં લાંબો સમય લાગે છે.
Trending Photos
Covid New Strain: ભારતમાં નવા કોવિડ સ્ટ્રેનને લઈને ચિંતા વધી રહી છે. કોરોનાના આ નવા કેસ ગુજરાતમાં પણ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના આ નવા વેરીએન્ટને લઈને નિષ્ણાંતો પણ ચિંતીત છે કારણ કે આ સ્ટ્રેન શરીરને અંદર સુધી પ્રભાવિત કરે છે અને તેમાંથી રિકવર થવામાં લાંબો સમય લાગે છે. કોવિડના નવા સ્ટ્રેનની ખબર સૌથી પહેલા સપ્ટેમ્બર મહિનામાં પડી હતી. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ સ્ટ્રેન વધારે ગંભીર બીમારી ઉત્પન્ન કરે તેવી ક્ષમતા ધરાવે છે.
કોવિડના આ નવા સ્ટ્રેન પર થયેલી રિસર્ચ અનુસાર તેના લક્ષણોમાં થાક, તાવ, નાકમાંથી પાણી નીકળવું, માથામાં દુખાવો, સૂંઘવાની ક્ષમતા ઓછી થવી, પેટમાં દુખાવો અને સતત ઉધરસનો સમાવેશ થાય છે. નવા સ્ટ્રેનના આ શરૂઆતના લક્ષણ હોઈ શકે છે એક વખત કોઈ વ્યક્તિ સ્ટ્રેનથી સંક્રમિત થાય તો તેને રિકવર થવામાં વધારે સમય લાગે છે અને તે ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ વેરિઅન્ટ છેલ્લા 8 મહિનામાં જોવા મળેલા અન્ય સ્ટ્રેનની સરખામણીમાં ઝડપથી સ્પ્રેડ થાય છે.
કોવિડના લક્ષણો
- નવા સ્ટ્રેનમાં શરીરમાં ઉચ્ચ તાપમાન જોવા મળે છે એટલે કે છાતી અને પીઠના ભાગને અડવાથી તે ગરમ લાગી શકે છે.
- સતત ઉધરસ એટલે કે એક કલાકથી વધુ સમય સુધી પણ ઉધરસ આવી શકે છે. 24 કલાકમાં જો તમને સતત ઉધરસ ત્રણથી ચાર વખત આવે તો તે કોવિડ ના નવા સ્ટ્રેનનું લક્ષણ હોઈ શકે છે.
- કોવિડના આ નવા સ્ટ્રેનના લક્ષણમાં પણ સૂંઘવાની અને સ્વાદની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે અથવા તો તેમાં ફેરફાર થઈ શકે છે.
- કોવિડના આ નવા સ્ટ્રેનમાં દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે અને શરીરમાં સતત થાક અનુભવાય શકે છે
- આ સ્ટ્રેનમાં પણ માથામાં દુખાવો તેમજ શરીરમાં દુખાવો રહી શકે છે સાથે જ ભૂખ ઘટી જાય છે.
કોવિડના નવા સ્ટ્રેનને લઈને સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું જણાવવું છે કે સામાન્ય શરદી અને વાયરલ બીમારીના લક્ષણો અને કોવિડના લક્ષણો એક સમાન છે. મોટાભાગના લોકો કોવિડ19 ના લક્ષણોમાંથી થોડા દિવસમાં સ્વસ્થ થઈ જાય છે અને 12 અઠવાડિયામાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિને કોઈ ગંભીર બીમારી હોય તો તેને રિકવર થવામાં લાંબો સમય લાગી શકે છે.
જો તમને કોવિડના નવા સ્ટ્રેનના લક્ષણો જણાય તો કોવિડ માટે ટેસ્ટ કરાવી પાંચ દિવસ સુધી ઘર ઘરે આઇસોલેશનમાં રહેવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળો અને સાથે જ નિષ્ણાંતોની સલાહ લઈને સારવાર કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે