Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે, તબિયત રહેશે ખરાબ
Morning Eating Habits: હેલ્ધી વસ્તુ ખાવાની પણ એક રીત હોય છે. જો હેલ્ધી વસ્તુને પણ તમે ખોટા સમયે ખાવ છો તો તે નુકસાન કરે છે. આવી જ કેટલીક વસ્તુઓ છે જેને નાસ્તામાં ક્યારેય ખાવી નહીં. આ વસ્તુઓ સવારે ખાવાથી આખો દિવસ બેચેની રહે છે.
Trending Photos
Morning Eating Habits: શરીર માટે દિવસનો પહેલો આહાર એટલે કે નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે. સવારનો નાસ્તો વ્યક્તિના સ્વાસ્થ્યને સારું રાખવામાં અને ખરાબ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમારો દિવસ કેવો જશે તેનો આધાર સવારના નાસ્તા પર હોય છે. તમે સવારે ખાલી પેટ કઈ વસ્તુઓ ખાવો છો અને પીવો છો તે મહત્વની હોય છે.
સવારના સમયે શરીરને એનર્જીની જરૂર હોય છે સાથે જ એવી વસ્તુ ખાવી જોઈએ જે પચવામાં પણ હળવી હોય. એટલે કે સરળતાથી પછી જાય. તેથી જ કેટલીક હેલ્ધી વસ્તુઓને પણ સવારે નાસ્તામાં લેવી નહીં. આ વસ્તુ સવારે નાસ્તામાં ખાવાથી આખો દિવસ બેચેનીનો અનુભવ થાય છે. આ હેલ્ધી વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જેને લોકો સવારે નાસ્તામાં ખાવાની ભૂલ કરે છે અને આખો દિવસ બેચેની રહે છે.
સવારે નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ
કેળા
એ વાતમાં કોઈ શંકા નથી કે કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ ખાલી પેટ કેળા ખાવાની ભૂલ ક્યારે કરવી નહીં. કેળામાં રહેલા કાર્બોહાઈડ્રેટ અને નેચરલ શુગર ખાલી પેટ શરીરમાં બ્લડ સુગર લેવલ વધારી શકે છે.
ફ્રાઇડ ફૂડ
સવારે નાસ્તામાં તળેલી પુરી અને અન્ય ફરસાણ પણ ખાવાનું ટાળવું જોઈએ. આવી વસ્તુઓમાં ઓઇલ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે પેટ ભારી રહે છે. સવારે ખાલી પેટ આવી વસ્તુઓ ખાવાથી સુસ્તીનો અનુભવ થાય છે.
ખાટા ફળ
ખાટા ફળ અને જ્યુસનું સેવન પણ હેલ્ધી નથી. તમે ખાટા ફળ ખાવો છો તો એસિડ રિફ્લેક્શન વધી જાય છે જેના કારણે છાતીમાં બળતરા આખો દિવસ રહેશે. નિયમિત રીતે ખાટા ફળ ખાવા કે તેનું જ્યુસ પીવાથી અલ્સર પણ થઈ શકે છે
સ્પાઈસી ફુડ
જે વસ્તુઓમાં વધારે માત્રામાં મસાલા અને મરચું હોય તેને પણ સવારે ખાલી પેટ ખાવાનું ટાળવું. આ વસ્તુઓ પણ અલ્સર અને છાતીમાં બળતરાનું કારણ બની શકે છે. ખાલી પેટ સ્પાઈસી વસ્તુઓ ખાવાથી અપચો અને એસીડીટી થઈ શકે છે.
સલાડ
કાચા શાકભાજીથી બનેલું સલાડ ખાવું પણ હેલ્ધી નથી. ખાલી પેટ સલાડ ખાવાથી સાઈડ ઈફેક્ટ થાય છે. તેના કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે તેથી સલાડ સવારે ખાવાનું ટાળવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે