Kidney Stone: પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
Kidney Stone: કિડનીમાં પથરીની સમસ્યા ઘણા લોકોને હોય છે. પથરીમાં અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવા અને પથરીથી એક લીલું પાન રાહત આપી શકે છે. આ પાનની મદદથી ઓપરેશન વિના પથરી દુર થઈ શકે છે.
Trending Photos
Kidney Stone: શરીરના અલગ અલગ અંગોમાં પથરી થઈ શકે છે. મોટાભાગે પથરી કિડનીમાં થતી હોય છે. કિડની સ્ટોનથી અનેક લોકો પરેશાન હોય છે. કિડની સ્ટોનને દવા અને યોગ્ય ડાયટની મદદથી શરીરમાંથી બહાર કાઢી શકાય છે. જો સમય રહેતા કિડની સ્ટોનની સમસ્યા પણ ધ્યાન આપવામાં આવે તો સર્જરી કરાવવી પડતી નથી. પથરીને સર્જરી વિના જ શરીરમાંથી બહાર કાઢી શકાય છે. કિડની સ્ટોન હોય તો ડોક્ટર દ્વારા આપેલી દવાની સાથે આ લીલા પાનની મદદ લઈ શકાય છે. આ લીલું પાન ખાવાથી પથરી તૂટીને કુદરતી રીતે બહાર નીકળી શકે છે.
પથ્થર ચટ્ટાના પાન
પથ્થર ચટ્ટાના પાન કિડની સ્ટોન માટે પાવરફુલ જડીબુટ્ટી છે. પથ્થર ચટ્ટાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં આ છોડને પાષાણભેદ અને ભસ્મપથરી નામથી પણ ઓળખવામાં આવે છે.. આ પાન શરીરના વિષાક્ત પદાર્થોને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. પથ્થર ચટ્ટાના પાનનું સેવન કરવાથી શરીરની કિડનીમાં થયેલી પથરી તૂટીને પેશાબ માટે બહાર નીકળી શકે છે. પથ્થર ચટ્ટાના પાનને સુકવીને તેમાં સુંઠ પાવડર મિક્સ કરી નિયમિત ગરમ પાણી સાથે તેનું સેવન કરવું. આ પાવડર પીવાથી પથરીના દુખાવામાં પણ આરામ મળે છે.
આ રીતે પાનનું કરો સેવન
પથ્થર ચટ્ટાના બે થી ત્રણ પાન સવારે ચાવીને ખાઈ લેવા. ત્યાર પછી હુંફાળું પાણી પી લેવું. આ સિવાય પથ્થર ચટ્ટાના પાનને વાટીને તેનો રસ કાઢીને પણ પી શકાય છે. આ રસમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી તેનું સેવન કરવું. પથ્થર ચટ્ટાના પાનનું સેવન સવારે ખાલી પેટ કરવાથી વધારે ફાયદો થાય છે. માનવામાં આવે છે કે પથ્થર ચટ્ટાના પાન પથરીને તોડીને શરીરમાંથી કાઢવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે