Ghee: કાંસાની વાટકીથી પગ પર ઘીની મસાજ કરવાથી દૂર થાય છે આ 5 બીમારીઓ, આ રીતે કરો પ્રયોગ

Ghee: આયુર્વેદ અનુસાર પગના તળિયા પર ઘી લગાડીને કાંસાની વાટકી થી મસાજ કરવામાં આવે તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આ પ્રકારે માલીશ કરવાથી સોજા દૂર થાય છે અને શરીરના દુખાવા મટી જાય છે. પગના તળિયામાં ઘીની માલિશ કરવાથી શરીરની પાંચ બીમારીઓ પણ દૂર થઈ જાય છે. 

Ghee: કાંસાની વાટકીથી પગ પર ઘીની મસાજ કરવાથી દૂર થાય છે આ 5 બીમારીઓ, આ રીતે કરો પ્રયોગ

Ghee: પગના તળિયામાં મસાજ કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દૂર થઈ શકે છે. ફક્ત પગમાં મસાજ કરવાનું રાખો તો પણ આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવા લાગે છે. પગમા માલિશ કરવાથી દિવસભરનો થાક દૂર થઈ જાય છે. આ બધા ફાયદા માટે ઘણા લોકો પગમાં અને પગના તળિયામાં સરસવનું તેલ નાળિયેરનું તેલ વગેરેથી મસાજ કરતા હોય છે. પરંતુ તેલના બદલે જો તમે ઘી વડે પગના તળિયામાં માલિશ કરો છો તો તેનાથી સૌથી વધુ ફાયદો થાય છે. 

આયુર્વેદ અનુસાર પગના તળિયા પર ઘી લગાડીને કાંસાની વાટકી થી મસાજ કરવામાં આવે તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આ પ્રકારે માલીશ કરવાથી સોજા દૂર થાય છે અને શરીરના દુખાવા મટી જાય છે. પગના તળિયામાં ઘીની માલિશ કરવાથી શરીરની પાંચ બીમારીઓ પણ દૂર થઈ જાય છે. 

આ પણ વાંચો:

અનિંદ્રા 

જે લોકોને રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા થતી હોય તેમણે રાત્રે પગના તળિયામાં ઘી લગાડી કાંસાની વાટકીથી માલીશ કરવી જોઈએ. કામ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવા લાગશે અને નર્વસ સિસ્ટમ શાંત થશે. તેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે અને ઊંઘ પણ સારી આવશે. 

સાંધાના દુખાવા અને સોજા 

પગના તળિયા પર ઘી લગાડી કાંસાની વાટકી થી માલીશ કરવામાં આવે તો સાંધામાં થતા દુખાવા અને સોજા મટે છે. ઘીમાં એવા તત્વ હોય છે જે સોજાને દૂર કરે છે. ખાસ કરીને જે લોકોને આર્થરાઇટિસ ની સમસ્યા હોય તેમના માટે આ ઉપાય પ્રભાવી સાબિત થાય છે. 

ડ્રાય સ્કીન 

શિયાળામાં ઘણા લોકોની ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે. જે લોકોની સ્કિન ડ્રાય રહેતી હોય તેમણે પગના તળિયામાં ઘી થી માલીશ કરવી જોઈએ. તેનાથી કિનને મોઈશ્ચર મળે છે અને ડ્રાય સ્કીનના કારણે થતી સમસ્યાઓ દૂર થાય છે. 

આંખની રોશની વધે છે 

આંખની રોશની વધાવી હોય અને નંબર ઘટાડવા હોય તો પગના તળિયામાં ઘીની માલિશ કરવાની શરૂઆત કરી દો. પગના તળિયામાં ઘી લગાડી કાંસાની વાટકી થી માલીશ કરવાથી આંખની આસપાસ બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી આંખનું તેજ વધે છે. આ ઉપાય એવા લોકોએ અચૂક અજમાવવો જોઈએ જેમનો સ્ક્રીનટાઈમ વધારે રહેતો હોય. 

પાચન તંત્રની સમસ્યાઓ 

નિયમિત રીતે પગના તળિયામાં ઘીની માલિશ કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે પગના તળિયામાં ઘીની માલિશ કરવી જોઈએ. તેનાથી પાચનતંત્ર સુધરે છે. સાથે જ અપચો, એસીડીટી, કબજિયાત, ગેસ જેવી તકલીફો ઓછી થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news