બ્લડ શુગરનો કાળ છે આ લીલા દાણા, શિયાળાની સિઝનમાં એક મુઠ્ઠી ખાવાથી મળશે અનેક ફાયદા
Benefits of Green Peas: ખાવા-પીવાની ખોટી આદતો અને અનિયમિત જીવનશૈલીના કારણે બ્લડ સુગરના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. એટલા માટે ડાઈટમાં એવા ફૂડ્સને સામેલ કરવા જોઈએ જે બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
Trending Photos
Benefits of Green Peas: ખાવા-પીવાની ખોટી આદતો અને અનિયમિત જીવનશૈલીના કારણે બ્લડ સુગરના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. એટલા માટે ડાઈટમાં એવા ફૂડ્સને સામેલ કરવા જોઈએ જે બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
ઠંડીની સિઝનમાં વેચાતા તાજા લીલા વટાણા એ ડાયાબિટીસને ફ્રેન્ડલી શાકભાજી છે. લીલા વટાણા એ એક ખૂબ જ સારું ફૂડ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેમાં પોષક તત્વો પણ હોય છે જે શરીરમાં બ્લડ સુગરના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરને અનેક રોગોથી પણ બચાવવાનું કામ કરે છે.
બ્લડ સુગર રહે છે કંટ્રોલ
વટાણામાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વટાણામાં હાજર ફાઈબર અને પ્રોટીન પણ બ્લડ શુગરમાં થતા વધઘટને રોકવામાં મદદરૂપ થાય છે.
ડાઈઝેશનને સુધારે છે
લીલા વટાણામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાનેને સુધારે છે. આ સાથે ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું હોવાનું મહેસૂસ કરાવે છે, જે ભૂખ ઓછી કરે છે અને વધુ પડતું ખાવાનું અટકાવે છે.
મસલ્સ બિલ્ડિંગમાં મદદરૂપ
લીલા વટાણામાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને માંસપેશીઓને રિપેર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે જિમ જાઓ છો, તો તમારા આહારમાં વટાણાને અવશ્ય સામેલ કરો.
આંખો માટે ફાયદાકારક
વટાણા આંખની હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અડધા કપ લીલા વટાણામાં વિટામિન Aની અનુશંસિત દૈનિક માત્રાના 47% હોય છે, જે આંખોની દ્રષ્ટિ જાળવવા અને મેક્યુલર ડિજનરેશનને રોકવા માટે સૌથી પ્રસિદ્ધ વિટામિન છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
લીલા વટાણાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં ઓછી કેલરી હોય છે અને તે પેટને ઝડપથી ભરવામાં મદદ કરે છે, તેથી ઓવરઈટિંગ અને અનહેલ્ધી નાસ્તાને અટકાવે છે. જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે.
આ રીતે વટાણાનું સેવન કરો
તમારા આહારમાં લીલા વટાણાનો સમાવેશ કરવો ખૂબ જ સરળ છે. તમે લીલા વટાણાને ઉકાળીને સૂપમાં ઉમેરીને, સલાડના રૂપમાં અથવા શાકભાજી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. આ સિવાય તેને રોટલી સાથે પણ ખાઈ શકાય છે. શિયાળામાં લીલા વટાણા તાજા સ્વરૂપમાં મળે છે, જે સૌથી વધુ ફાયદાકારક છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે