Weight Loss: શું ખરેખર પનીર અને ઈંડા એક સાથે ખાવાથી સડસડાટ ઓછું થાય છે વજન? જાણો શું છે સચ્ચાઈ?

Paneer And Egg Combinationવજન ઓછું કરવા અને મસલ્સને સ્ટ્રોન્ગ કરવા માટે પ્રોટીનથી ભરપૂર ઈંડું અને પનીરની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાઈટેશિયન ડો. આયુષી યાદવે જણાવ્યું કે બન્ને ચીજો વજન ઓછું કરવા માટે યોગ્ય ચોઈસ છે.

Weight Loss: શું ખરેખર પનીર અને ઈંડા એક સાથે ખાવાથી સડસડાટ ઓછું થાય છે વજન? જાણો શું છે સચ્ચાઈ?

Paneer And Egg For Weight Loss: વર્તમાન સમયમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના વધતા વજનના કારણે ચિંતિત રહે છે, પરંતુ તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઈચ્છિત પરિણામ મળતું નથી. વજનને નિયંત્રિત કરવા માટે કેટલાક લોકો ઇંડા અને પનીર ખાય છે, કારણ કે બંનેમાં કેલરી ઓછી હોય છે અને પ્રોટીન વધુ હોય છે. જ્યારે પ્રોટીન મોડું પચે છે, ત્યારે તે વજન ઘટાડવામાં મદદ કરે છે, આ સિવાય આ બંને વસ્તુઓ ભૂખ ઓછી કરતા હોર્મોન્સમાં વધારો કરે છે. આ સવાલ વારંવાર પૂછવામાં આવે છે કે શું પનીર અને ઈંડા એક સાથે ખાવાથી શરીરને કોઈ ફાયદો થાય છે, તો ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ.

પનીર કેવી રીતે ઘટાડે છે વજન?
પનીર આપણા માટે ઇન્સ્ટન્ટ એનર્જીનો સ્ત્રોત છે. જેથી આપણે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકીએ છીએ, પરંતુ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે પનીરની ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખરેખર વજન વધારે છે, ખાસ કરીને તેવી વાનગીઓ જેમાં તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ પનીર ટિક્કા જેવા હેલ્ધી ઓપ્શન પસંદ કરવા જોઈએ. દિવસમાં વધુ પડતું પનીર ખાવાનું ટાળો, કારણ કે તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.

ઈંડું કેવી રીતે ઓછું કરે છે વજન?
એ વાતમાં કોઈ શંકા નથી કે ઈંડું આપણા શરીર માટે એક ફાયદાકારક ફૂડ છે. ઈંડું ખાવાથી આપણા શરીરમાં જરૂરી એમિનો એસિડનું બેલેન્સ જળવાઈ રહે છે. ઈંડું આપણા શરીરમાં મેટાબોલિજ્મને બૂસ્ટ કરતા વજન ઓછું કરવામાં ઘણું મદદરૂપ બને છે, તેનાથી તમારી કમર અને પેટની આસપાસની ચરબી પણ ઓછી થઈ જાય છે.

પનીર અને ઈંડાને એક સાથે ખાવાથી શું થશે ફાયદો?
વજન ઓછું કરવા અને મસલ્સને સ્ટ્રોન્ગ કરવા માટે પ્રોટીનથી ભરપૂર ઈંડું અને પનીરની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાઈટેશિયન ડો. આયુષી યાદવે જણાવ્યું કે બન્ને ચીજો વજન ઓછું કરવા માટે યોગ્ય ચોઈસ છે. જોકે, પ્રોટીન ધીરે ધીરે પચે છે, એટલા માટે તમારું પેટ ભરેલું ભરેલું જણાય છે. તમે ઈંડા અને પનીરને એક સાથે ખાઈ શકો છો, તેનાથી કોઈ નુકસાન નથી. જોકે, જરૂરિયાતથી વધારે પણ સેવન શરીર માટે યોગ્ય નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news