સોમવારે અને તેમાં પણ આ ચોક્કસ સમય દરમિયાન કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? શું છે કારણ
આમ તો હાર્ટ એટેક આવવાનો કોઈ સમય નથી પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગે હાર્ટએટેક એક નિશ્ચિત દિવસે આવે છે? જી હા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના રિપોર્ટમાં દાવો છે કે મોટભાગે હાર્ટએટેક સોમવારે આવે છે. આ દિવસોમાં અન્ય દિવસોની સરખામણીએ હાર્ટએટેક આવવાનો દર 13 ટકા વધુ છે.
Trending Photos
આધુનિક સમયમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી રહ્યું છે. હાલના સમયમાં માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટએટેકના કેસ જોવા મળી રહ્યા છે. મોટી મોટી સેલેબ્રિટીઓ પણ નાની ઉંમરે હાર્ટ એટેકની ઝપેટમાં આવી રહ્યા છે. આમ તો હાર્ટ એટેક આવવાનો કોઈ સમય નથી પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગે હાર્ટએટેક એક નિશ્ચિત દિવસે આવે છે? જી હા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના રિપોર્ટમાં દાવો છે કે મોટભાગે હાર્ટએટેક સોમવારે આવે છે. આ દિવસોમાં અન્ય દિવસોની સરખામણીએ હાર્ટએટેક આવવાનો દર 13 ટકા વધુ છે.
બીજી બાજુ બોલીવુડના જાણીતી સેલેબ્રિટી અને અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ અને જાણીતા કાર્ડિયોથોરેસિસ સર્જન ડો. શ્રીરામ નેનેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે સોમવારે સવારે હાર્ટ એટેક આવવાનું જોખમ ઘણું વધુ રહેલું છે. જાણો વિસ્તૃત માહિતી.
સોમવારે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક
રિપોર્ટ્સનું માનીએ તો હાર્ટ એટેક સૌથી વધુ સોમવારે આવે છે. દાવો કરાયો છે કે સોમવારે લગભગ 13 ટકા વધુ હાર્ટ એટેક આવે છે. અત્રે જણાવવાનું કે લોકો સોમવારને બ્લ્યૂ મંડે પણ કહે છે. એવું કહેવાય છે કે સોમવારે સવારે 6થી 10 વાગ્યા વચ્ચે લોકોને સૌથી વધુ હાર્ટ એટેક આવે છે. જો કે એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે આ ફક્ત એક અનુમાન છે. તેના કોઈ પાક્કા પુરાવા કે સટીક રિચર્સ થયા નથી.
કેમ આવે છે સોમવારે હાર્ટ એટેક
કાર્ડિયોથોરેસિસ સર્જન ડો. શ્રીરામનું કહેવું છે કે સોમવારે સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આ દરમિયાન બ્લડમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘણું વધી જાય છે. જેના કારણે કર્કાડિયન રિધમ થઈ શકે છે. જે સૂવા અને ઉઠવાની સાઈકલ બને છે. એક્સપર્ટ્સ કોર્ટિસોલ હોર્મોનમાં અચાનક ઉતાર ચડાવના કારણે સૂવા અને જાગવાની સાઈકલ પ્રભાવિત થાય છે. આવામાં હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે