રોજ સવારે નાસ્તામાં પૌંઆ ઝાપટતા હોવ તો થઇ જજો સાવધાન, સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે થશે નુકસાન
Health Care: પૌંઆ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં હળવા તેથી મોટાભાગના લોકો પૌંઆ કોઈ પણ જાતની ચિંતા વિના ખાતા હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું પણ જણાવે છે કે...
Trending Photos
Health Care: સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે નાસ્તાથી જ શરીરને દિવસભર માટેની એનર્જી મળે છે. પરંતુ સાથે જ મોટાભાગના લોકો સવારનો નાસ્તો ઝટપટ બની જાય તેવો અને પચવામાં સરળ હોય તેવો પસંદ કરે છે. કારણ કે નાસ્તો કર્યા પછી કામ પણ કરવાનું હોય છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં પૌંઆ ખાવાનું પસંદ કરે છે.
ટેરો રાશિફળ: આ ભાગ્યશાળી રાશિવાળાને ચાંદી જ ચાંદી, આ અઠવાડિયે મળશે મોટો લાભ
શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી ફરાળી વાનગીઓ, મજા પડી જશે
કેટલાક લોકોના ઘરે તો અઠવાડિયામાં ચારથી પાંચ વખત પૌંઆનો નાસ્તો બને છે. એ વાતમાં કોઈ શંકા નથી કે પૌંઆ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તે કાર્બોહાઈડ્રેટ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે સાથે જ તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં હળવા તેથી મોટાભાગના લોકો પૌંઆ કોઈ પણ જાતની ચિંતા વિના ખાવાનું પસંદ કરે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું પણ જણાવે છે કે જો તમે જરૂર કરતાં વધારે પૌંઆનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેટલીક આડ અસરો પણ થઈ શકે છે.
અન્ય નાસ્તાઓની સરખામણીમાં પૌંઆ ચોક્કસથી હેલ્ધી માનવામાં આવે છે. પરંતુ પૌંઆમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે તેથી જો તમે નિયમિત રીતે પૌંઆ ખાશો તો તમારું વજન પણ વધી શકે છે. સાથે જ પોવર સફેદ ચોખા માંથી બને છે તેથી તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે રક્તમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે.
ટેરો રાશિફળ: આ ભાગ્યશાળી રાશિવાળાને ચાંદી જ ચાંદી, આ અઠવાડિયે મળશે મોટો લાભ
ભયંકર ચમત્કાર! 2 રૂપિયાનો શેર 24 કલાકમાં જ 149 રૂપિયાએ પહોંચ્યો, 9330 ટકાનો ઉછાળો
કોઈપણ ઘરમાં પૌંઆ બને છે તો તેને બનાવવા માટે તેમાં તેલ મગફળી, બટેટા, ફરસાણ જેવી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉમેરવાથી તેમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે. તેથી જે પૌંઆને તમે પચવામાં હળવા ગણીને ખાવ છો તે તમારા શરીરમાં કેલેરીનું પ્રમાણ વધારે છે. આજ કારણ છે કે નિયમિત રીતે અને વધારે પ્રમાણમાં પૌંઆ ખાવાથી બચવું જોઈએ
Cancer Treatment: 7 મિનિટમાં કેન્સરની સારવાર, આ દેશમાં થયો ચમત્કાર!
IAS Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, પહેલાં બની ડોક્ટર પછી IAS
પૌંઆ ખાવાથી થતા નુકસાન
સ્થૂળતા
ઘણા લોકો વજન ઘટે તે માટે નાસ્તામાં પૌંઆ ખાવાનું પસંદ કરે છે પરંતુ જો તમે રોજ પૌંઆ ખાશો તો વજન ઘટવાને બદલે વધવા લાગશે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધારે હોય છે. સાથે જ પૌંઆ બનાવતી વખતે તેમાં બટેટા નો ઉપયોગ પણ થાય છે જે વજનને વધારે છે.
બ્લડ સુગર વધારે છે
ડાયાબિટીસના દર્દી હોય તેમણે ચોખા ખાવાથી પણ બચવું જોઈએ. તેવામાં જો તમે ચોખામાંથી બનેલા પૌંઆ નિયમિત રીતે ખાશો તો તમારું બ્લડ સુગર લેવલ વધી જવાનું જોખમ વધી જશે.
Impotence In Men: ભૂલથી પણ ખાશો નહી આ 3 વસ્તુ, જતી રહેશે મર્દાનગી, જીંદગીભર પસ્તાશો
LPG Gas Price: રેશનકાર્ડ ધારકોને સરકારની ભેટ, ₹428માં મળશે ગેસ સિલિન્ડર!
Bank FD Interest Rate: આ બેંકોએ કરી કમાલ, FD પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ દર
એસિડિટી
ઘણા લોકો સવારે નાસ્તામાં પૌંઆ ખાય પછી તેમને એસિડિટી ની ફરિયાદ રહે છે. પૌંઆ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેના કારણે પેટમાં દુખાવો અને એસીડીટી ની સમસ્યા પણ થઈ શકે છે.
જાણો ક્યારે 19 વર્ષ સુધી ગરીબી સહન કરે છે વ્યક્તિ, પૈસા ટકવા દેતા નથી શનિ દેવ
Shani-Surya: 180 Degree સામે આવ્યા સૂર્ય-શનિ, શરૂ થયો આ લોકો મુશ્કેલીભર્યો સમય
ક્યારે અને કેટલી માત્રામાં ખાવા પૌંઆ ?
પૌંઆનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો તમને પૌંઆ ભાવતા હોય તો તમે સપ્તાહમાં બે કે ત્રણ વખત નાસ્તામાં ચા સાથે તેને લઈ શકો છો. પરંતુ ધ્યાન એક વાતનું રાખવું કે એક વાટકી થી વધારે પૌંઆનું સેવન ન કરવું. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેમાં બટેટાનો ઉપયોગ પણ ન કરવો.
પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો
શું તમે જમ્યા પછી તાત્કાલિક પીવો છો પાણી? છોડી દો આ આદત, નહીંતર થઇ જશે આ સમસ્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે