મારા અને સીએમ વચ્ચે કોઈ જ વિખવાદ નથી, એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું: સીઆર પાટીલ
ભાજપ પ્રમુખ સી આર પાટીલે ZEE 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 8 બેઠકો પર ભવ્ય જીત મેળવવાનો દાવો કર્યો હતો. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ મેળવવાની લડાઈ છે. તમામ બેઠકો પર હું ફર્યો છું અને વાતાવરણ ભાજપ તરફી છે. કોંગ્રેસમાંથી જે તે સમયે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે. ધારાસભ્ય પદ છોડીને ફરી વાર પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે અને પક્ષ પ્રત્યે વફાદાર છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ અમદાવાદ: ભાજપ પ્રમુખ સી આર પાટીલે ZEE 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 8 બેઠકો પર ભવ્ય જીત મેળવવાનો દાવો કર્યો હતો. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ મેળવવાની લડાઈ છે. તમામ બેઠકો પર હું ફર્યો છું અને વાતાવરણ ભાજપ તરફી છે. કોંગ્રેસમાંથી જે તે સમયે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે. ધારાસભ્ય પદ છોડીને ફરી વાર પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે અને પક્ષ પ્રત્યે વફાદાર છે.
પક્ષના નિર્ણય બાદ તમામ કાર્યકરો કામે લાગી ગયા છે. ભાજપમાં કોઈ આંતરિક વિખવાદ નથી બધા એક સાથે છે. આ ચૂંટણી માં કોંગ્રેસને હાર દેખાઈ રહી છે એટલે મારા પર વ્યક્તિગત આરોપ લગાવે છે. મારા પર કોઈપણ ક્રિમિનલ કેસ નથી અને લોકોએ મને ચૂંટયો છે. લોકો કોંગ્રેસની આવી વાતોમાં આવે નહીં. લોકોનું સમર્થન ભાજપને છે અને ભાજપ સાથે છે. રમણ પાટકર ના નિવેદનને તોડી ને જોવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર લોકોના વિકાસના કામ કરે છે અને બધાને સાથે લઈને ચાલે છે.
મારી અને મુખ્યમંત્રી વચ્ચે કોઈ જ વિખવાદ નથી. એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું. બંને સાથે મળીને કામ કરીએ છીએ. સંગઠન પણ ઝડપથી જ જાહેર થશે. બધા સમાજ અને વર્ગને પ્રતિનિધિત્વ આપીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે