ગુજરાતમાં સાધુ સંતોને કોણ આપી રહ્યું છે ધમકીઓ? સીઆર પાટીલને કરાઈ ધારદાર રજૂઆત
બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે રાજસ્થાનમાં એક એક દરજીની હત્યા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, અનેક લોકો નૂપુર શર્માનું સમર્થન કરતા તેમને વિધર્મીઓ દ્વારા ધમકીઓ મળી રહી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે. વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત પાટીલ રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે જસદણમાં સરકારી જમીન પર વિધર્મીઓના દબાણ અંગે રજૂઆત સાધૂ સંતોઓ રજૂઆત કરી હતી. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે વિધર્મીઓ દબાણ કરી મસ્જિદ અને મદ્રરેશા બનાવવામાં આવ્યા છે, જ્યાં અન્ય રાજ્યોના લોકોની અવરજવર વધી છે. બાંગ્લાદેશી લોકોની અવરજવર વધ્યાનો આક્ષેપ પણ સાધુ સંતોએ કરતા ખળભળાટ મચી ગયો છે.
બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે રાજસ્થાનમાં એક એક દરજીની હત્યા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, અનેક લોકો નૂપુર શર્માનું સમર્થન કરતા તેમને વિધર્મીઓ દ્વારા ધમકીઓ મળી રહી છે. હવે આ મુદ્દે જ રાજ્યના અનેક સાધુ સંતોએ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે.
રાજકોટમાં આજે સાધુ સંતોએ સીઆર પાટિલ સામે વિવિધ રજૂઆતો કરીને પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સાધુ સંતોએ સીઆર પાટીલને અનેક ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નૂપુર શર્માના કિસ્સા પછી અમને પ્રોટેક્શન આપવું જરૂરી છે.
નોંધનીય છે કે, જસદણ અને રાજકોટમાં વિધર્મીઓ દ્વારા સાધુ સંતોને ધમકીઓના કિસ્સા વધી રહ્યા છે. સાધુ સંતોએ સીઆર પાટીલને રજુઆત કરી કે, નૂપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓ દ્વારા ધમકીની ઘટના વધી છે જે અટકવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે