સેકન્ડ હેન્ડ કાર લેવી હોય તો ગુજરાતના આ શહેરમાં પહોંચી જાઓ... ગલીએ ગલીએ ગાડીઓના વાડા દેખાય છે

Visnagar Second Hand Car Market : છેલ્લા 25-30 વર્ષોથી ઉત્તર ગુજરાતનું સેકંડ ગાડીઓનું સૌથી મોટું ઑટો હબ વિસનગર... અત્યાર સુધી અહીં ગાડી લે-વેચમાં છેતરાયા હોવાની ફરિયાદ પણ નથી નોંધાઇ... કાર લે-વેચમાં વિશ્વાસ કેળવતા સેકંડ ગાડીઓ ખરીદવા લોકોની વિસનગર પસંદગી બન્યું... વર્ષે વિસનગરમાં 7 કરોડ આસપાસ સેકંડ ગાડીઓનો થાય છે વેપાર... સેકન્ડ ગાડીઓમાં ફર્સ્ટ ઓનર, કાગળો ની ખરાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે

સેકન્ડ હેન્ડ કાર લેવી હોય તો ગુજરાતના આ શહેરમાં પહોંચી જાઓ... ગલીએ ગલીએ ગાડીઓના વાડા દેખાય છે

Gujarat Biggest Auto Hub તેજસ દવે/મહેસાણા : દરેક વ્યક્તિનુ સપનુ કાર ખરીદવાનું હોય છે. પરંતું દરેક વ્યક્તિ નવી કાર ખરીદવા સક્ષમ હોતી નથી. આવામાં પોતાને ગમતી કાર સેકન્ડ માર્કેટમાંથી મેળવી પોતાની અને પરિવારના અરમાનો પૂરા કરાતા હોય છે. વીસનગરમાં આવું સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ છે. વીસનગરનું સેકન્ડ કાર માર્કેટ ગુજરાતમાં કાર લે-વેચ માટેનું હબ બની ગયું છે. વીસનગરમાં પ્રવેશતાની સાથે જ અહી રોડ પર સેકંડ કારના ખડકલા જ જોવા મળે છે.

મહેસાણાનું વીસનગર એ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક માત્ર ઑટો હબ બની ગયું છે. વિસનગરમાં પ્રવેશતાની સાથે જ અહી સેકંડ હેન્ડ ગાડીઓના ખડકલા જોવા મળે છે. વિસનગરમાં આજથી 25-30 વર્ષ પહેલા સેકંડ હેન્ડ ગાડીઓનો વેપાર શરૂ થયો હતો. શરૂઆતમાં અહી બે-પાંચ વેપારીઓએ સેકન્ડ ગાડીઓ લે-વેચનો વેપાર શરૂ કરાયો હતો. જે હાલમાં 120 થી વધુ વેપારીઓ સેકંડ હેન્ડ ગાડીઓનો વેપાર કરી રહ્યા છે. વિસનગરમાં સેકંડ હેન્ડ ગાડીઓ લે વેચ માટે લોકોનું વિશ્વાસ પાત્ર સ્થળ એટલા માટે બની ગયું છે કે અહી અત્યાર સુધી ગાડી લે વેચમાં કોઈ છેતરપિંડીની ફરિયાદ સામે નથી આવી. 

આ પણ વાંચો : 

સેકન્ડ હેન્ડ કાર એસોસિયેશનના પ્રમુખ સોમાભાઈ પટેલ કહે છે કે, સેકંડ કાર લે-વેચમાં વીસનગરમાં વર્ષે 7 કરોડથી વધુનો વેપાર નોંધાય છે અને સરકારના નવા નિયમ મુજબ 10 વર્ષ જૂની ડીઝલ અને 15 વર્ષ જૂની પેટ્રોલ કાર સ્ક્રેપ યાર્ડમાં મોકલવાના નિયમની અસર આ ઓટો કન્સલ્ટના ધંધામાં પડી રહી હોવાની વાત પણ વહેપારીઓ કરી રહ્યા છે. ગ્રાહક વધુમાં વધુ 7 થી 10 વર્ષ જુની જ ગાડી ખરીદવાનો આગ્રહ રાખવા લાગ્યા છે. જેના કારણે વેપારીઓ 10 વર્ષથી વધુ જૂની ગાડીઓ ના રાખતા હોવાનું જાણવા મળ્યું છે. 

અન્ય વેપારી રવિ પટેલ કહે છે કે, સેકન્ડ હેન્ડ કાર લેતા સમયે ગ્રાહકોને છેતરાવાનો ડર પણ રહેતો હોય છે. ત્યારે વીસનગરમાં લે-વેચ થતી ગાડીઓ મોટા ભાગે ફર્સ્ટ ઓનર જોવા મળે છે. ગાડીઓના કાગળોની ચોક્કસ રીતે ચકાસણી કરવામાં આવે છે. અને ગાડી ખરીદનારને તુરંત કાગળો કે આરસી સોંપવામાં આવે છે. સેકંડ કારમાં લોન પણ મળી જાય તેવી વ્યવસ્થા કરાય છે. અને ખાસ તો અહીથી કાર ખરીદવામાં પાર્ટ્સ બદલાઈ જાય તેવી ફરિયાદો પણ નથી હોતી. જેથી એક વાર અહીંથી સેકન્ડ હેન્ડ કાર લેનારને સંતોષ થતા બીજા ગ્રાહકો પણ વિસનગરમાં સેકંડ હેન્ડ કાર ખરીદવાનો આગ્રહ રાખે છે. 

આમ, ઉત્તર ગુજરાતમાં વિસનગર શહેર વર્ષોથી ઑટો હબ તરીકે પ્રચલિત થઈ ગયું છે. અને વર્ષે દહાડે અહીથી સેકંડ હેન્ડ કાર ખરીદવા આવતા લોકોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. વર્ષોથી વેપાર કરતા વેપારીઓ પણ ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કટિબદ્ધ રહે છે. અને ગ્રાહકો છેતરાય નહિ તે રીતે કારની ગુણવત્તાની ચોખવટ સાથે જ વેપાર કરતા હોય છે. અહી લો બજેટથી લઈને પ્રીમિયમ કાર પણ સેકંડ હેન્ડમાં મળી જતા હવે પ્રીમિયમ સેગમેંન્ટ ની કાર ખરીદવા પણ લોકો અહી આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news