Ram temple: રામ મંદિરના 500 વર્ષ જૂના ઈતિહાસ પર આ કોર્સ શરૂ! કોર્સ કરનારને મળશે મોટો લાભ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના 500 વર્ષ જૂના ઈતિહાસને લઈને વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યો છે. દેશમાં આ પહેલીવાર છે, જ્યારે રામ મંદિરના ઈતિહાસ પર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ 12 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ આ કોર્સ કરી શકે છે. 

Ram temple: રામ મંદિરના 500 વર્ષ જૂના ઈતિહાસ પર આ કોર્સ શરૂ! કોર્સ કરનારને મળશે મોટો લાભ

ઝી બ્યુરો/સુરત: રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના 500 વર્ષ જૂના ઈતિહાસને લઈને વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યો છે. દેશમાં આ પહેલીવાર છે, જ્યારે રામ મંદિરના ઈતિહાસ પર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ 12 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ આ કોર્સ કરી શકે છે. આ કોર્સ કરવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે જો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ કોર્સ કરશે તો તેમને બે શૈક્ષણિક માર્ક્સ પણ મળશે. 

અત્યાર સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક પ્રકારના કોર્સ ચાલતા હતા, પરંતુ આ વખતે યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ કોર્સથી ભગવાન શ્રી રામના રામ મંદિરનો ઈતિહાસ લોકો સુધી પહોંચશે.દરેક વ્યક્તિ જાણે છે કે રામ મંદિર બનાવવા માટે 500 વર્ષથી વધુ સમયથી સંઘર્ષ થયો હતો. આ સમગ્ર સંઘર્ષ ગાથાને 30 કલાકના અભ્યાસક્રમમાં જોડીને એક પ્રમાણપત્ર કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. 

દેશની કોઈપણ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો કોર્સ પ્રથમ વખત શરૂ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોને રામ મંદિર કેવી રીતે બન્યું તેની સંપૂર્ણ માહિતી મળશે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રામજન્મભૂમિ ઇતિહાસ 550 વર્ષ જૂનો છે, યુનિ.એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પ્રમાણપત્ર કોર્સ ડિઝાઇન કર્યો છે, જે 30 કલાકનો છે અને તેની ફી રૂપિયા 1100 છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવી છે. 

પીએમ  મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિચાર્યું હતું તેણે સમગ્ર ભારતમાં સૌપ્રથમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની રામ જન્મભૂમિના ઈતિહાસ પરનો આ સંપૂર્ણ પ્રમાણપત્ર અભ્યાસક્રમ કરવા જઈ રહ્યા છીએ.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોર્સ માં 500 વર્ષનો ઈતિહાસ બાબરી મસ્જિદથી વિવાદિત ભાગ સુધીની સમગ્ર યાત્રા, ભગવાન શ્રી રામની સમગ્ર યાત્રા અને ત્યાર બાદ હવે સુપ્રીમ કોર્ટનો  આદેશ શામેલ રહેશે. આ કોર્સમાં શરૂથી લઇ 22મી જાન્યુઆરી સુધીની યાત્રાનો સમાવેશ થાય છે. તે સમગ્ર સમાજને ઈતિહાસના રૂપમાં વસ્તુઓથી વાકેફ કરશે અને આ સર્ટિફિકેટ કોર્સમાં તેની બીજી વિશેષતા છે જે 12 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અભ્યાસ ન કર્યો હોય તેવા લોકો પણ આખું આ કોર્સ કરી શકે છે.

સાથે તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સાથે જોડાયેલા કુલ 1 કરોડ 40 લાખ લોકો છે, તેમણે ટાર્ગેટ કરવામાં આવશે, તેઓએ દરેકને તેના વિશે જાણ કરે અને દરેકને તેની માહિતી આપે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ, સરકારી યુનિવર્સિટી હોવાને કારણે, સરકાર પ્રમાણિત રહેશે. વિદ્યાર્થીઓનો પોતાનો જય રામ જન્મભૂમિ ઈતિહાસ છે, તેના વિશે અનેક ગેરસમજો છે, તેઓને તેના સંબંધમાં તેમની સંપૂર્ણ માહિતી મળશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news