સાયલેન્સરનો અવાજ કરી રૌફ જમાવતા નબીરા ચેતી જજો, આ શહેરની પોલીસે લીધું મોટું એક્શન

Vadodara News : ગુજરાતના રસ્તા પર બેફામ ગાડી હંકારતા યુવાનોની હવે ગાડીઓ જપ્ત થશે... વડોદરા શહેરમાં ગાડીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ 
 

સાયલેન્સરનો અવાજ કરી રૌફ જમાવતા નબીરા ચેતી જજો, આ શહેરની પોલીસે લીધું મોટું એક્શન

Vadodara News : બેફામ બનીને રસ્તાઓ પર સ્ટંટ કરતા યુવાનો ચેતી જાય. હવે બાઈકના સાઈલેન્સરથી ઘોંઘાટ કરવો કે પછી ધૂમ સ્પીડે બાઈક ચલાવવું મોંઘી પડી જશે. હજુ પણ સુધર્યા નહીં તો તમારું મોંઘુ બાઈક પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાતું જોવા મળશે. આવું એટલા માટે કહીએ છીએ કેમ કે વડોદરા પોલીસે આવી કાર્યવાહી કરી છે.. જેના કારણે નબીરાઓમાં પણ પોલીસનો ડર જોવા મળી રહ્યો છે.

  • બુલેટરાજાઓ થઈ જાઓ સાવધાન! 
  • બહુ સ્ટંટ કર્યા તો બાઈક થઈ જશે જમા !
  • વડોદરામાં નબીરાઓના બાઈક પડ્યા પોલીસ મથકે
  • ટ્રાફિક પોલીસની નબીરાઓ સામે લાલ આંખ
  • રસ્તાને બાનમાં લેશો તો થશે કડક કાર્યવાહી

રૂપાલની પલ્લીમાં બની અદભૂત ઘટના, માતાજીના ગોખમાં કબૂતર આવી ચઢ્યું

બુલેટરાજાઓ સાવધાન!
જાહેર રસ્તા પર બુલેટ બાઈકમાં ફટાકડા ફોડીને રસ્તાને બાનમાં લેનારા. લોકોમાં રૌફ જમાવવા માગતા નબીરાઓ ચેતી જજો. નહીંતર તમારા બુલેટ બાઈક પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાતા જોવા મળશે. વડોદરામાં નવરાત્રિ દરમિયાન રસ્તાઓ પર પુરઝડપે બુલેટ દોડાવતા નબીરાઓ સામે પોલીસ લાલ આંખ કરી છે. રસ્તા પર બાઈકમાં ફટાકડા ફોડીને ઘોંઘાટ કરતા, સ્ટંટ કરતા વાહનચાલકો સામે તવાઈ બોલાવી છે. વડોદરાની ટ્રાફિક પોલીસે 27થી વધુ બુલેટ અને સ્પોર્ટ્સ બાઈક્સ કબ્જે કરી લીધી છે. જેથી હવે રસ્તા પર કોઈ તોફાન ન કરે. 

ટ્રાફિક નિયમોના ઉલંઘન પર હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ક્યાંક લાયસન્સ વિના વાહનો ચલાવતા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થાય છે. તો ક્યાંક મેમો ફટકારીને દંડ વસુલાઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી હાલ પુરતો તો નબીરાઓ પર ડર જોવા મળી રહ્યો છે. જોકે નવરાત્રિ બાદ પણ સતત ટ્રાફિક વિભાગ આવી કાર્યવાહી કરતું રહે તેવી લોકોની માગ છે. જેથી નબીરાઓ બેફામ બનીને રસ્તાઓને બાનમાં ન લે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news