સાઇકલ મારી સરરર...નહીં જાય! ગુલાબી પટ્ટા મારી ઊભા કરાયેલા સાઇકલ ટ્રેક ખોદી નખાયો

સ્માર્ટ સિટી બનાવવાની લ્હાયમાં કાગળ પર તૈયાર કરાયેલા અને રોડ પર માત્ર ગુલાબી પટ્ટા મારી ઊભા કરાયેલા સાઇકલ ટ્રેક ખોદી નખાયો છે. 1.79 કરોડના ખર્ચે બનનાર સાઇકલ ટ્રેકના ચૂકવાયેલા 55 લાખ પાણીમાં ગયા છે. 
સાઇકલ મારી સરરર...નહીં જાય! ગુલાબી પટ્ટા મારી ઊભા કરાયેલા સાઇકલ ટ્રેક ખોદી નખાયો

જયંતિ સોલંકી/વડોદરા: સ્માર્ટ સિટી બનાવવાની લ્હાયમાં કાગળ પર તૈયાર કરાયેલા અને રોડ પર માત્ર ગુલાબી પટ્ટા મારી ઊભા કરાયેલા સાઇકલ ટ્રેક ખોદી નખાયો છે. 1.79 કરોડના ખર્ચે બનનાર સાઇકલ ટ્રેકના ચૂકવાયેલા 55 લાખ પાણીમાં ગયા છે. 

2021 માં સાઇકલ ટ્રેક બનાવવાના કામને મંજૂરી આપી 8 મહિનામાં કામ પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે કાગળ પર રહેલા સાઇકલ ટ્રેકને રોડ પર ઉતારવા કોન્ટ્રાક્ટરે 2 વર્ષ લીધા અને માત્ર ગુલાબી પટ્ટા પાડ્યા હતા. શરૂઆતથી વિવાદમાં રહેલા 1.79 કરોડ સાઇકલ ટ્રેક માટે ચૂકવવાના હતા. જોકે વિવાદ વધતાં 55 લાખનું ચૂકવણું કરાયું હતું. 2023ના એપ્રિલમાં માત્ર ગુલાબી પટ્ટા મારી તૈયાર કરાયેલા સાઇકલ ટ્રેક પર દોઢ વર્ષ બાદ થાંભલા, બાંકડા, દીવાલ અને પાર્કિંગનાં દબાણો યથાવત્ છે.

  • - 2021 માં સાઇકલ ટ્રેક બનાવવાના કામને મંજૂરી આપી
  • - 8 મહિનામાં કામ પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી
  • - સાઇકલ ટ્રેકને રોડ પર ઉતારવા કોન્ટ્રાક્ટરે 2 વર્ષ લીધા
  • - સાયકલ ટ્રેક ના નામે ખાલી ગુલાબી પટ્ટા પાડ્યા
  • - વિવાદ વધતાં 55 લાખનું ચૂકવણું કરાયું

આ પદ્મિની બા તો માથાભારે નીકળ્યા! પુત્ર સાથે મળી પતિને માર હોવાની ચર્ચા, VIDEO વાયરલ

સાઇકલ ટ્રેક ખોદી ત્યાં હવે 1.22 કરોડના ખર્ચે પાણીની લાઈન નખાઈ રહી છે. વાઘોડિયા રોડ પર ઝવેરનગરથી વૃંદાવન ચાર રસ્તા અને ત્યાંથી લેપ્રેસી મેદાન સામેના રોડ પર બનેલા ટ્રેકને ખોદી નખાયો છે. આખરે વિવાદાસ્પદ અને શરૂઆતથી બિનઉપયોગી રહેલા સાઇકલ ટ્રેક માટે ચૂકવેલા 55 લાખ પાણીમાં ગયા છે.એપ્રિલ-2023માં સાઇકલ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજવા રોડ પર લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન તથા સ્થાનિક કાઉન્સિલરોએ જ હાજરી આપી હતી. સાઇકલ ટ્રેકના લોકાર્પણ કાર્યક્રમના વિવાદથી બચવા આ જ સમયે મકરપુરા ખાતે કમ્યૂનિટી હોલનું પણ લોકાર્પણ રાખ્યું હતું. જેમાં પાલિકાના બાકીના પદાધિકારીઓ, નેતાઓ તથા કાઉન્સિલરોએ હાજરી આપી હતી

  • - સાઇકલ ટ્રેક ખોદી ત્યાં હવે 1.22 કરોડના ખર્ચે પાણીની લાઈન નખાઈ રહી છે
  • - વાઘોડિયા રોડ પર ઝવેરનગરથી વૃંદાવન ચાર રસ્તા
  • - લેપ્રેસી મેદાન સામેના રોડ પર બનેલા ટ્રેકને ખોદી નખાયો છે
  • - બિનઉપયોગી રહેલા સાઇકલ ટ્રેક માટે ચૂકવેલા 55 લાખ પાણીમાં ગયા

ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગુજરાતનું આ શહેર, નામ લો એ નામાંકિત કંપનીની હાજરી

સાયકલ ટ્રેક ખોદી નાખવાના કારણે વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ રાહદારીઓને મોટી જ મુશ્કેલીઓ પડી રહી હતી સોસાયટીના નાકા પાસે જ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો ખોદકામ કરતા અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ પસાર થવા માટે રોંગ સાઈડ થી પસાર થવું પડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે

  • - સાયકલ ટ્રેક ખોદી નાખવાના કારણે નાગરિકો પરેશાન
  • - વિદ્યાર્થીઓ રોંગ સાઈડ જવા મજબૂર
  • - નાગરિકોના ટેક્સના નાણા પાણીમાં

સાયકલ ટ્રેક મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી એ પાલિકાના ભષ્ટ વહીવટ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ ફક્ત અને ફક્ત નાગરિકોના નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેમજ ફરી એકવાર ખોદકામ કરીને કોન્ટ્રાક્ટરોને ના પપ્પા ભ્રષ્ટાચાર આચારવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

  • - કોંગ્રેસ પ્રમુખના ગંભીર આક્ષેપ
  • - વડોદરા મહાનગર નહીં પણ મેવાનગર છે
  • - પાલિકા પર ખરા ભ્રષ્ટાચાર ના આરોપ
  • - સંકલન અભાવે નાગરિકોનો નાણાનો વેડફાટ

સમગ્ર મામલે ડૉ શીતલ મિસ્ત્રી એ પાલિકા ની ભૂલ સ્વીકારવાને બદલે નાગરિકો ના માથે દોષ નો ટોપલો ઢોળતા જણાવ્યું હતું કે નાગરિકો ના સારા સ્વાસ્થ્ય માટે લાખો રૂપિયા ખર્ચી સાઇકલ ટ્રેક બનાવ્યો હતો.પરંતુ લોકોએ તેનો જોઈએ તેવો ઉપયોગ ન કર્યો. હાલ વિસ્તારમાં બ્રિજ બનાવવાનો હોય અને નાગરિકોને પાણીના લો પ્રેશરની સમસ્યા હોવાના કારણે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન નાખવાનો હોય ખોદકામ કરવામાં આવ્યું છે. હાલના ઇજારદારને પૂનઃ સાઇકલ્ટ્રેક પેહલા જેવો બને તેવી જવાબદારી સોંપવામાં આવી છે, જેની 5 વર્ષ ની વોરંટી પણ રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news